ડીસા નાનાજી દેશમુખ ગાર્ડન ચાલું કરાવાને લઈને ત્રણ જાગૃત નાગરિકો દ્વારા હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરાઈ હાઈકોર્ટે દ્વારા નોટીસ બજાવી મંગાવ્યો ખુલાશો...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-31 11:30:45
  • Views : 220
  • Modified Date : 2022-03-31 11:30:45

ડીસા શહેરમાં આવેલ હવાઈ પિલ્લર મેદાન પાસે નગરપાલિકા દ્વારા બે કરોડના ખર્ચે નાનાજી દેશમુખ ગાર્ડન શહેરીજનો માટે બનાવ્યો હતો પરંતુ બે કરોડના ખર્ચે બનાવેલ નાનાજી દેશમુખ ગાર્ડનને રાજકીય નજર લાગી જતાં નાનાજી દેશમુખ ગાર્ડન ચાલું થાય તે પહેલાં વિવાદ છેડાયો હતો જેને લઈને શહેરજનો દ્વારા નાનાજી દેશમુખ ગાર્ડન ખુલ્લો મુકવામાં આવ્યો હતો  બાદમાં રાજકીય નેતાઓની આંતરીક લડાઈના કારણે જનતાનાં ટેક્ષના બે કરોડના ખર્ચે બનાવેલ નાનાજી દેશમુખ ગાર્ડનને જિલ્લા કલેકટર શ્રી દ્વારા સ્ટે  આપ્યો હતો અને બે કરોડના ખર્ચે બનાવેલ નાનાજી દેશમુખ ગાર્ડન છેલ્લા ત્રણ વર્ષથી બંઘ હાલતમાં જોવા મળી રહ્યો છે ત્યારે ડીસા શહેરના ત્રણ જાગૃત નાગરિકો દ્વારા નાનાજી દેશમુખ ગાર્ડનને ચાલું કરાવા માટે હાઈકોર્ટે નું શરણ લીધું છે અને હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી છે ત્યારે હાઈકોર્ટે મુખ્ય ન્યાયધીશએ ડાબો હાથ અને જમણો હાથ એક બીજા સાથે ઝગડીને પ્રજાના પૈસા  નો બગાડ ના કરવો જોઇયે  હાઈકોર્ટે દ્વારા પણ તાત્કાલિક અસરથી નાનાજી દેશમુખ ગાર્ડનને ચાલું કરવામાં આવે તેવો  રાજય સરકાર અને નંગરપાલિકા કચેરી  પાસે ખુલાશો માંગવામાં આવ્યો છે ત્યારે હવે  શહેરજનોમાં નવી આશા જાગી છે જ્યારે શહેરજનો પણ ઈચ્છી રહ્યા છે કે તાત્કાલિક અસરથી શહેરજનો માટે બે કરોડના ખર્ચે બનાવેલ નાનાજી દેશમુખ ગાર્ડનને ચાલું કરવામાં આવે ડીસાના જાગૃત નાગરિક એડવોકેટ સુભાષભાઈ ઠક્કર પરીવાર હોસ્પિટલના ડો રમેશભાઈ પટેલ સામાજીક કાર્યકર્તા મુસતિક મેમણ દ્વારા નાનાજી દેશમુખ ગાર્ડનને ચાલું કરાવા માટે તમામ આધાર પુરાવા સાથે હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી હતી ત્યારે હાઈકોર્ટે દ્વારા પણ જનતા માટે બનાવેલ નાનાજી દેશમુખ ગાર્ડન ચાલું થવો જોઈએ જે અનુસંધાને નંગરપાલિકા અને રાજ્ય સરકાર ને નોટીસ આપી ખુલાસો મંગાવ્યા છે

Download Our B K News Today App



Related News