ડીસાના ડોલી વાસ વિસ્તારમાંથી વરલી મટકાનો જુગાર રમી રમાડતો એક શખ્સ ઝડપાયો...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-24 11:25:55
  • Views : 370
  • Modified Date : 2022-04-24 11:25:55


ડીસાના ડોલી વાસ વિસ્તારમાં વરલી મટકાનો જુગાર રમી રમાડી રહ્યા હોવાની ડીસા ઉત્તર પોલીસને બાતમી મળતા પોલીસે બાતમીના આધારે પાંચ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડી જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે...

 

બનાસકાંઠા જિલ્લામાં જુગાર ધારા ને નાબુદ કરવા માટે પોલીસ દ્વારા કડક પગલા લેવામાં આવી રહ્યા છે થરાદ વધુ એક વરલી મટકા જુગાર રમી રમાડતા ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે ડીસાના ડોલી વાસ વિસ્તાર માં આવેલ મસ્જિદ ની બાજુમાં એક શખ્સ વરલી મટકાનો જુગાર રમી રમાડી રહ્યા હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે બાતમીના આધારે તપાસ કરી રેડ કરતા ડોલી વાસ વિસ્તારમાં આવેલી મસ્જિદ ની બાજુમાં એક શખ્સ ડાયરીમાં પેન વડે વરલી મટકાનો આંખ ફરક નો જુગાર રમી રમાડી રહ્યા હતો જે બાદ પોલીસે કોર્ડન કરી ઝડપી પાડેલ જે બાદ પોલીસે તેનું નામ પૂછતા જયેશભાઈ ઉર્ફે ગોટુ ભરતભાઇ મોદી ઉમર ૩૨ રહે. ગુલબાની નગર ભાગ 1 ને ઝડપી પાડી તેની પાસે રહેલ કુલ રૂપિયા 5690 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પોલીસે જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News