ઈંગ્લીશ દારૂની 136 બોટલ સાથે જામનગર શહેરના રહેણાંક મકાનમાંથી એક શખ્સ ઝડપાયો

  • Published By :
  • Published Date : 2022-09-14 15:32:08
  • Views : 177
  • Modified Date : 2022-09-14 15:32:08

જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટાફે રાહુલ ભીખુભાઈ સિંગરખીયા નામના એક શખ્સના રહેણાંક મકાન પર દરોડો પાડી 70 બોટલ કબ્જે કરી હતી. જેમાં અન્ય બે શખ્સોના નામ પણ ખુલ્યા હતા.દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે પોલીસે પકડી પાડેલા આરોપી રાહુલ શીગરખીયા કે જેનો ભાઈ રાજુ ભીખુભાઈ સિંગરખીયા જે પણ સેનાનગરમાં જ રહે છે, અને મૂળ કલ્યાણપુર તાલુકાના જામ રાવલ ગામનો વતની છે, અને પોતાના ઘરમાં દારૂનો જથ્થો સંતાડીને તેનું વેચાણ કરી રહ્યો છે. જેથી એલસીબીની ટીમે ગઈ રાત્રે દરોડો પાડયો હતો, અને રાજુ ભીખાભાઈ સિંગરખીયાને ઝડપી લીધો હતો, અને તેના રહેણાંક મકાનમાંથી 136 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારૂનો જથ્થો રાહુલ સિંગરખીયાએ મંગાવીને આપ્યો હોવાનું તેમજ મુખ્ય સપ્લાયર તરીકે કચ્છના સામખીયાળીના રાજુભાઈ નામના શખ્સ સપ્લાય કર્યો હોવાનું જણાવતાં પોલીસે રાહુલ સિંગરખીયા તથા કચ્છના રાજુભાઈને ફરારી જાહેર કર્યા છે, અને તપાસનો દોર કચ્છ સુધી લંબાવ્યો છે.

Download Our B K News Today App



Related News