જામનગરમાં મહાકાળી સર્કલ પાસેથી એક શખ્સ દેશી પીસ્ટલ સાથે એસ.ઓ.જીના હાથે પકડાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-18 18:27:40
  • Views : 22
  • Modified Date : 2025-03-18 18:27:40

જામનગરની એસ.ઓ.જી. શાખા દ્વારા પેટ્રોલિંગ હાથ ધરી મહાકાળી સર્કલ પાસેથી એક શખ્સને ગેરકાયદે હથિયાર દેશી હાથ બનાવટની પીસ્ટલ સાથે ઝડપી લીધો છે, અને વધુ પૂછપરછ હાથ ધરી છે.

 જામનગરની એસ.ઓ.જી શાખાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગરમાં ગુલાબ નગર નજીક આદિત્ય પાર્કમાં રહેતો સિકંદર ઇશાકભાઈ હાલાણી નામનો શખ્સ પોતાના કબજામાં ગેરકાયદે હથિયાર રાખીને ફરી રહ્યા છે, જે બાતમીના આધારે મહાકાળી સર્કલ પાસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન ઉપરોક્ત સિકંદર હાલાણી પસાર થતાં પોલીસે તેને આંતરી લીધો હતો, અને તલાસી લેતા તેના કબજામાંથી એક નંગ દેશી હાથ બનાવટની પીસ્ટલ આવી હતી. ઉપરાંત બે જીવંત કારતુસો પણ મળ્યા હતા.

એસ.ઓ.જી.ની ટીમે ગેરકાયદે હથિયાર કબજે કરી લઇ તેની સામે હથિયાર ધારા ભંગ અંગેનો ગુનો નોંધાવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે આ હથીયાર ક્યાંથી મેળવ્યું છે, તેની વિગત મેળવવા માટે રિમાન્ડ પર લેવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે.

Download Our B K News Today App



Related News