કાર અને રિક્ષા સામસામે ટકરાતાં સર્જાયેલા અકસ્માત અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા એક શખ્સનું મોત..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-11 11:00:36
  • Views : 190
  • Modified Date : 2022-06-11 11:00:36

 

 

ડીસાના કુચાવાડા રોડ પર આજે રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ ગમખ્વાર અકસ્માતમાં કાર અને રિક્ષા સામ-સામે ટકરાયા હતા અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા એક યુવકનું મોત નીપજ્યું હતું અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી...

 

 

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા પાસે આવેલા કુચાવાડા નજીક રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં કાર અને રિક્ષા સામસામે ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો વહેલી સવારે સર્જાયેલા અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા દેવજીભાઈ પરમાર નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી મૃતકની લાશને પીએમ અર્થે ડીસા સિવિલ ખાતે ખસેડાઈ હતી..

Download Our B K News Today App



Related News