ડીસા તાલુકાના ઝેરડા ગામના શખ્સએ પોતાના સમાજમાં જ એક વ્યક્તિના ઘરે બાળ લગ્ન થતાં હોવાની બીજાના નામે ખોટી ફરિયાદ કરતા તેની સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-30 11:18:17
  • Views : 746
  • Modified Date : 2022-06-30 11:18:17

ડીસા તાલુકાના ઝેરડા ગામના શખ્સએ પોતાના સમાજમાં જ એક વ્યક્તિના ઘરે બાળ લગ્ન થતાં હોવાની બીજાના નામે ખોટી ફરિયાદ કરતા તેની સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

 

 ડીસા તાલુકાના ઝેરડા ગામે કૃષ્ણનગર ખાતે રહેતા અમીનભાઈ સલ્લુભાઈ સુમરાની બે દીકરીઓના 26 જૂનના દિવસે લગ્ન ગોઠવેલા હતા. સગા સંબંધીઓમાં પત્રિકા પણ વહેચાઈ ગઈ હતી અને તારીખ 23 જૂનના રોજ તેમની બે દીકરીઓના લગ્ન લેવાતા પાટે બેસાડવામાં આવી હતી. આ દરમિયાન પાલનપુર થી જિલ્લા કલ્યાણ  અધિકારીની ટીમ આવી પહોંચી હતી અને અમીનભાઈ સુમરા ને જણાવ્યું હતું કે તમે તમારી દીકરીઓના બાળ લગ્ન કરી રહ્યા છો તેવી અમોને અરજી મળી છે. જેથી તેઓએ જણાવેલ કે, અમારી બંને દીકરીઓ પુખ્ત છે અને આ અરજી કોણે કરી તેના નામ જણાવવાનું કહેતા સમાજ કલ્યાણ વિભાગની ટીમે 

ઇસ્માઇલ કાળુભાઇ રહે,મડાણા, ડાંગિયા, જમાલભાઈ ઉસમાણભાઈ સુમરા, રહે ગઢ અને  મહેબૂબભાઈ જમાલભાઈ સુમરા રહે.જૂની ભીલડી આ ત્રણ વ્યક્તિઓએ અરજી કરી હોવાનું જણાવ્યું હતું. જેમાંથી મ્હેબુબભાઈ સુમરા તેઓના સગા થતા હોય તેઓએ પૂછપરછ કરતા મહેબૂબભાઈએ જણાવ્યું હતું કે મેં આવી કોઈ અરજી કરી જ નથી.ત્યારબાદ તપાસ કરતા પોસ્ટ ઓફિસના સીસીટીવી ફૂટેજ તપાસતા આ અરજી ગામના જ વ્યક્તિ ભૂરાભાઈ જુસબભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હોવાની જાણ થઇ હતી.

 જેથી આમીનભાઈ અને તેમના પરિવારજનો ગામમાંથી નીકળતા ત્યારે આ ભૂરાભાઈ રસ્તામાં મળતા તેને કહેલ કે કેમ બાળલગ્ન ની ખોટી અરજી કરી સમાજમાં મારી બદનામી કરેલ છે. જેથી ભૂરાભાઈ જુસબ ઉશ્કેરાઈને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

જેથી અમીનભાઈએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News