સરસ્વતી તાલુકાના ચારૂપ ગામના એક શખ્સે લોનના હપ્તા ભરવા ન પડે તે માટે ચારૂપના ફાયનાન્સર પર એસિડ છાંટ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-16 13:07:26
  • Views : 805
  • Modified Date : 2021-07-16 13:07:26

     સરસ્વતી તાલુકાના ચારૂપ ગામના જયદીપ શંકરસિંહ રાજપુત ફોરીડો ફાઇનાન્સ કંપની ભાગીદારીમાં ચલાવે છે. જે મંગળવારે તેમના ગામથી બાઈક લઈ પાટણ ઓફિસે જઈ રહ્યા હતા. ત્યારેે સૂર્યનગર ફાટક બમ્પ પાસે એક્ટિવા પર આવેલા કેતુલભાઈ કનૈયાલાલ નામના શખ્સે તેના પર એસિડ છાંટતાં પાટણ સિવિલ અને બાદમાં ધારપુર રિફર કરાયા હતા.ઉલ્લેખનીય છે કે આ પટેલ કેતુલભાઈને ચારેક માસ અગાઉ વ્યાજ પેટે રૂ. એક લાખ લોન ઉપર આપેલા હતા. અને એનો દૈનિક હપ્તો રૂ. 500 નક્કી કરી કુલ 200 દિવસ માટે તેને લોન આપી હતી. લોન પેટે તેણે અત્યાર સુધી કુલ રૂ. 55000 ભરેલા હતા. અને તેણે છેલ્લા 40 દિવસના ભર્યા ન હતા.ચઢેલ લોનના હપ્તા ભરવા અવારનવાર તેને ફોન કર્યા હતા અને મંગળવારે સવારે પણ લોનના પૈસા ભરવા જયદીપ રાજપૂતે તેને ફોન કર્યો હતો અને તે વખતે સાંજે પૈસા આપી દેવાની વાત કરી હતી ઉપરાંત પાટણના પ્રકાશકુમાર કનુભાઈ પટેલ અને હર્ષદભાઈ સવાભાઈ પટેલને પણ લોન આપી હતી. તેમાં આ કેતુલ પટેલ જામીન રહેલો હતો અને તે બંનેના હપ્તા બાકી છે. આ બાકી પૈસા પરત આપવા ન પડે એટલા માટે એસિડ નાખ્યું હતું તેવી પાટણ એ ડિવિઝન પોલીસ મથકે જયદીપ શંકરસિંહ રાજપૂતે પાટણના કેતુલ કનૈયાલાલ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.

Download Our B K News Today App



Related News