ડીસાના રાજમંદિર સર્કલ નજીક બાઇકચાલકને નડ્યો અકસ્માત, વાવના ભાટવર નજીક અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-27 11:43:04
  • Views : 1723
  • Modified Date : 2022-04-27 11:43:04

ડીસાના રાજમંદિર સર્કલ નજીક બાઇકચાલકને નડ્યો અકસ્માત, વાવના ભાટવર નજીક અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું મોત

 

ડીસાના રાજ મંદિર સર્કલ પાસે આજે રોંગ સાઈડમાં આવતા ડમ્પર ચાલકે બાઈક ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જવા બાઈક સવારને ઈજાઓ થતા ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા...

 

બનાસકાંઠા જિલ્લામાં દિનપ્રતિદિન અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે અને રોજબરોજ અકસ્માતની ઘટના સામે આવી રહી છે.ખાસ કરીને હાઈ-વે વિસ્તારમાં મોટા હેવી વાહનોની પુરપાટ જડપના કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે.હાઈ-વે રોડ પર ટ્રાફિક જામ હોવા છતાં પણ આજે મોટા ભાગે ટ્રક ચાલકો પોતાના વાહનોની સ્પીડ ઓછી કરતા નથી.જેના કારણે વારંવાર અકસ્માત થઈ રહ્યા છે. આ વારંવાર સર્જાતા નાના-મોટા અકસ્માતો માટે અત્યાર સુધી અને એક માસૂમ જિંદગીઓ ને અકસ્માતમાં મોતને ભેટી છે.આજે વધુ ડીસાના રાજ મંદિર સર્કલ નજીક અકસ્માત સર્જાયો હતો સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ડીસાના રાજ મંદિર સર્કલ પાસે એક ડમ્પર ચાલક રોંગ સાઈડમાં આવતા બાઈક ચાલકને અડફેટે લીધો હતો. અને દૂર સુધી બાઈક ચાલકને ડમ્પર નીચે ઘસેડી લઈ ગયો હતો.આ અકસ્માતમાં ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.અને અકસ્માત કરી ફરાર થવા જતા ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો હતો.આ  અકસ્માતને લઈને રાજમંદિર સરકાર પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને તાત્કાલિક ડીસા દક્ષિણ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી ટ્રાફિકજામ દૂર કરાયો હતો તેમજ બાઇકચાલક ઇજાગ્રસ્ત ને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત વધુ બગડતા તેને વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યો હતો આ અકસ્માતમાં ડીસા દક્ષિણ પોલીસ એ ડમ્પર ચાલક ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News