છોટાઉદેપુરમાં તંત્રના અંધેર વહીવટનો નમૂનો સામે આવ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-25 12:20:22
  • Views : 92
  • Modified Date : 2023-12-25 12:20:22

રાજ્યનો છેવાડાનો જિલ્લો એટલે છોટાઉદેપુર. છેવાડાના અને આદિવાસી બાહુલ્ય ધરાવતો છોટાઉદેપુર જિલ્લાના ત્રણ તાલુકા જંગલ અને ડુંગરોથી ઘેરાયેલા છે. અહીં રહેતા આદિવાસીઓને અંતરિયાળ વિસ્તારમાં માંડ માંડ હોસ્પિટલ નસીબ થઈ છે. જોકે તેમની સમસ્યાનો અંત અહીં નથી આવતો, હોસ્પિટલો તો બની ગઈ પરંતુ સારવાર કરનાર તબીબો જ નથી. સરકાર અહીં તબોબો મુકવાનુ જ ભૂલી ગઈ હો. તેવુ લાગી રહ્યુ છે. હોસ્પિટલમાં તબીબો જ ન હોવાથી દર્દીઓને પારાવાર હાલાકી વેઠવાનો વારો આવે છે. એમા પણ જો ગંભીર સમસ્યા ધરાવતા દર્દીઓ હોય તો તેમને રિફર કરવામાં આવે છે અને તેમની હાલત વધુ કફોડી બની જાય છે.જિલ્લાના કેટલા સી.એસ.સી.માં કેટલા સ્પેશિયાલિસ્ટ ડોકટરનું મહેકમ છે અને તેની સામે કેટલા ડોકટરોની હાજરી છે તેની પર નજર કરીએ તો…છોટાઉદેપુર જિલ્લાનાં 6 તાલુકામા 12 સી.એસ.સીમા 40 સ્પેશિયાલિસ્ટ ડોકટરોના મહેકમની સામે ફક્ત 5 ડોકટર હાજર છે. બોડેલી ખાતે કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે તો ખરા પણ ઉપયોગી નહીં, એટલે કે ડોકટર વિનાના શોભાના ગાંઠિયા જેવા કેન્દ્રનું કરવાનું શું ? સરકાર દ્વારા તમામ સુવિધાથી આ હોસ્પિટલ સંપન્ન હોવા છતાં દર્દીઓને તબીબી સેવાનો લાભ નથી મળતો.જરૂરિયાતમંદ કેટલાક દર્દીઓ આ હોસ્પિટલ પર આવે તો છે પણ તેમને ડોકટર વિના નિરાશ થવાનો વારો આવે છે. અહીના ડેન્ટિસ્ટ ડૉકટર કે જે હાલ ઈન ચાર્જ મેડિકલ ઓફિસર છે તેમનું કહેવું છે કે બોડેલીના આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એકપણ સ્પેશિયાલિસ્ટ ડૉકટર નથી. જે ત્રણ બોન્ડેડ ડૉકટરો આપ્યા હતા. તે પણ જતાં રહ્યા છે. જ્યારે કોઈ કોમ્પ્લિકેટેડ દર્દી આવે છે ત્યારે તેમને અહીંથી બીજી હોસ્પિટલમાં જ રીફર કરવા પડે છે. કવાંટ ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જિલ્લાના સૌથી વધુ ડિલિવરીના કેસ આવતા હોય છે પણ અહીં ગાયનેક કે પીડીઆટ્રિશયન ડોકટરોનો અભાવ છે. અહીંના મેડિકલ ઓફિસરનું પણ કહેવું છે કે ગાયનેક ડોકટરના અભાવે જો કોઈ કોમ્પ્લિકેટેડ દર્દી હોય તો તેમને બીજે રીફર કરવા પડે છે.

Download Our B K News Today App



Related News