વલસાડની સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડ બહાર એમ્બ્યુલન્સમાં જ દર્દીએ દમ તોડ્યો, પતિના મૃતદેહ પાસે પત્નીનું હૈયાફાટ રૂદન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-16 13:23:29
  • Views : 226
  • Modified Date : 2021-04-16 13:23:29

    વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ગુરૂવારે મોડી રાત્રે 108 મારફતે એક દર્દીને કોરોના આઇસોલેશન વોર્ડમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જોકે, દર્દીને સમયસર સારવાર ન મળતા દર્દીનું કરૂણ મોત નીપજ્યું હતું. હોસ્પિટલ બહાર થતા વેટિંગને લઈને લઇને દર્દીએ સારવારના અભાવે જીવ ગુમાવ્યો હતો. દર્દીના મોત બાદ પરિવાર જનો સ્ટેચર પર મૃત દેહ મૂકી રવાના થાય હતા બનાવ અંગે પોલીસને જાણ થતાં પરીવારને અટકાવી મૃત દેહને પરત હોસ્પિટલ લવાયો હતો.

    મળતી માહિતી મુજબ, વલસાડની ખાનગી હોસ્પિટલમાંથી દર્દીને વધુ સારવાર સિવિલ હોસ્પિટલમાં ખસેડવાનો હતો, પરંતું સિવિલ હોસ્પિટલમાં વેઇટિંગના કારણે દર્દીને એમ્બ્યુલન્સમાં જ રાખવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત વધુ ખરાબ થતા મોત નીપજ્યું હતું. જેને લઈને પરિવારજનોમાં રોષ જોવા મળિયો હતો. પરિવારજનો દ્રારા મૃત દેહને સ્ટેચર પર મૂકી હોસ્પિટલમાંથી ઘરે લઈ જવા માટે રવાના થયા હતા.

    સ્ટેચર પર મૃત દેહને લઈ જતા વેરાએ સ્ટેચર હોસ્પિટલના ગેટમાં ફસાઈ જતા પરિવાર જનો દ્રારા મૃત દેહને ઊંચકીને ઘર તફર રવાના થયા હતા આ સમગ્ર ઘટનાની જાણ વલસાડ સીટી પોલીસની ટિમને થતા પોલીસ દ્રારા પરિવારને રસ્તામાં અટકાવી સમજવાનો પ્રયાસ કરાયો હતો. જેને પગલે પરિવાર જનો દ્રારા મૃત દેહને રસ્તા ઉપર મૂકી શોક વ્યક્ત કરાયો હતો. પોલીસ દ્રારા સમગ્ર ઘટનામાં પરીવાર જનનોને સમજવી મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં લાવી આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટના આઇસોલેશન વોર્ડ બહાર બનેલી ઘટનાને લઈને ઉભેલા તમામ લોકોની આંખો ભીંજાઈ ગઈ હતી.


Download Our B K News Today App



Related News