ડીસાની એંજલ સ્કૂલ ખાતે કાગળમાંથી વિવિધ વસ્તુઓ બનાવવાની પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ ત્રણ થી છના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-05 12:08:22
  • Views : 250
  • Modified Date : 2022-01-05 12:08:22

 

ડીસાની એંજલ્સ સ્કૂલ ખાતે વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર નીકળવા તેમજ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ તેમજ કાર્યક્રમોનું આયોજન ડીસાની એંજલ્સ સ્કૂલ ખાતે કરવામાં આવે છે.. ત્યારે આજરોજ કાગળમાંથી વિવિધ વસ્તુઓ બનાવવાની પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાચાર પત્રના કાગળમાંથી વસ્તુઓને સંગ્રહ કરવા માટે કાગળની બેગ બનાવતાં શીખવાડવામાં આવ્યું હતું.. વિદ્યાર્થીઓએ પણ પ્રવૃત્તિમાં ઉત્સાહભેર ભાગ લઈ પોતાની સૂઝબૂઝ સાથે કાગળની બેગ બનાવી હતી.

આજના આધુનિક જમાનાના બાળકો ભૂલી ગયા છે કે કાગળ માંથી કેવી રીતે વિવિધ વસ્તુઓ બનાવી શકાય ત્યારે આજરોજ યોજાયેલ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓએ કાગળમાંથી વિવિધ વસ્તુઓ બનાવતા શીખ્યા હતા.. સમગ્ર કાર્યક્રમમાં ધોરણ 3 થી 6 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને શાળાના ચિત્રશિક્ષિકા અંજલિબેન શાહે વિદ્યાર્થીઓને યોગ્ય સમજણ પૂરી પાડી હતી.

Download Our B K News Today App



Related News