પાલનપુરના ડો ગૌરવ પટેલ સામે નર્સ યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-03 15:55:05
  • Views : 85
  • Modified Date : 2024-02-03 15:55:05

પાલનપુર શહેરમાં આવેલી માવજત હોસ્પિટલના તબીબે દુષ્કર્મ આચર્યુ હોવાનું ફરિયાદ નોંધાઈ છે. ડોક્ટર ગૌરવ પટેલે નર્સ યુવતીને હોસ્પિટલ તેમજ બહાર લઈ જઈને દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાવી છે. આ અંગેની પાલનપુર શહેર પોલીસે ગુનો નોંધીને હવે ડોક્ટર ગૌરવ પટેલની ધરપકડ કરવા માટેની કાર્યવાહી શરુ કરી છે.માવજત હોસ્પિટલના ડોક્ટર ગૌરવ પટેલ સામે પાલનપુર શહેરના પૂર્વ પોલીસ મથકમાં આ અંગેનો ગુનો નોંધાવ્યો છે. નર્સ યુવતીએ આ અંગે તબીબ સામે આરોપ મૂક્યા છે. જેને લઈ હવે પોલીસે તબીબ સામે તપાસ શરુ કરી છે. ડો ગૌરવ પોલીસની પકડ કરવા સાથે દુષ્કર્મ અંગેના પૂરાવા એકઠા કરવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News