પાલિકાના કતારગામ ઝોનમાં જીવતા બોમ્બ જેવા સંખ્યાબંધ ટેમ્પરરી સ્ટ્રકચર - ડોમ લોકો માટે જોખમી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-11 15:53:12
  • Views : 51
  • Modified Date : 2025-05-11 15:53:12

સુરતના ડભોલી વિસ્તારમાં ઓનલાઈન સામાનનું વેચાણ કરતા એક શેડમાં આગ લાગી હતી જેને બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો. જોકે,ડભોલી વિસ્તારમાં જે ડોમૃ શેડ માં આગ લાગી છે તે તો એક સેમ્પલ છે પરંતુ આ વિસ્તારમાં ઓનલાઇન વસ્તુનું વેચાણ કરવા સાથ અનેક વસ્તુનું વેચાણ કરનારા સંખ્યાબંધ ડોમ શેડ જીવતા બોમ્બ જેવા છે. લોકો અને કોર્પોરેટરોની અનેક ફરિયાદ છતાં પણ કતારગામ ઝોન દ્વારા કોઈ આવા સ્ટ્રકચર હટાવવા માટે કોઈ કામગીરી કરવામા આવતી ન હોય આ વિસ્તારના લોકો માથે સતત જોખમ રહેલું છે. 

રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ સુરત પાલિકાએ મોટા ઉપાડે ટેમ્પરરી સ્ટ્રકચર-ડોમ સામે કામગીરી કરી હતી પરંતુ તે ક્ષણિક રહી હતી. સુરત પાલિકાના ચોપડે ટેમ્પરરી સ્ટ્રકચર જે આંકડા છે અને સ્થળ પર આંકડા છે તેમા ઘણો મોટો તફાવત છે. આ ઉપરાંત કતારગામ ડભોલી વિસ્તારમાં સંખ્યાબંધ ડોમ-શેડ છે તેમાં ઓનલાઈન વસ્તુનું વેચાણ થાય છે કે, અન્ય વસ્તુનું વેચાણ થાય છે. આવા ડોમ સામે સ્થાનિકોએ ફરિયાદ કરી હતી ત્યારે કતારગામ ઝોને ફરિયાદ થઈ તે સોસાયટીના આસપાસના કેટલાક ડોમ સામે કાર્યવાહી કરી હતી. પરંતુ અન્ય ડોમ  કે શેડ સામે કોઈ કામગીરી કરી નથી. 

ડભોલી ગોગા ચોકથી ડભોલી ફાયર સ્ટેશન સુધી જતા રસ્તા પર ઓનલાઈન વસ્તુઓનું વેચાણ કરનારા સંખ્યાબંધ ડોમ- શેડ છે તેની ફરિયાદ અગાઉ થઈ હતી પરંતુ ઝોન દ્વારા વિવાદી કામગીરી કરીને આવા ડોમ સામે કોઈ કામગીરી કરવામા આવી નથી. પાલિકાના કતારગામ ઝોનની આ વિવાદી કામગીરીના કારણે ગઈકાલે એક શેડમાં આગ લાગી અને સેંકડો લોકોના જીવ પડીકે બંધાયા હતા. જો ફરિયાદ થઈ હતી ત્યારે જ આ ડોમ સામે કામગીરી કરવામાં આવી હોત તો આ આગ લાગી ન હોત તેવું સ્થાનિકો કહી રહ્યા છે. તો બીજી તરફ  લોકો એવું કહે છે કે પાલિકાના કતારગામ ઝોન આવા ડોમ સામે કામગીરી કેમ નથી કરતું તે પણ એક મોટો પ્રશ્ન છે. આ આગ બાદ જો ગેરકાયદે ધમધમતા ડોમ કે શેડ સામે કામગીરી કરવામાં ન આવે તો ફરી આગની ઘટના બની શકે અને તેમાં કોઈનો જીવ પણ ગુમાવવા પડે તેવી શક્યતા નકારી શકાતી નથી.

Download Our B K News Today App



Related News