શિરવાડામાં કોરોનાના કપરા કાળમાં લોકોને જનજાગૃતિ રથ દ્વારા માહિતગાર કરાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-01 11:56:39
  • Views : 326
  • Modified Date : 2021-05-01 11:56:39

     કાંકરેજ તાલુકાના શિરવાડા ગામની પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા કોરોનાના કપરા કાળમાં એક ઉમદા અને સરાહનિય કાર્ય કરવામાં આવ્યુ હતુ.શિક્ષક સ્ટાફ દ્વારા ગામના લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી જનજાગૃતિ રથ દ્વારા ગામની દરેક શેરી અને મહોલ્લામાં જઈ કોરોના અંગેની સરકારની ગાઈડ લાઈન મુજબ ગામના તમામ લોકોને  માસ્ક, સેનેટાઇઝર, સોશ્યલ ડીસ્ટન્સ તેમજ વારંવાર સાબુથી હાથ ધોવા અને બિનજરુરી કામ વગર ઘરની બહાર ન નિકળવાની તાકીદ કરી હતી.અને ઘરે રહો,સુરક્ષિત રહોની સુચના આપી હતી.

 

Download Our B K News Today App



Related News