ડીસાના માલગઢ ગામના સરપંચ સામે ડેપ્યુટી સરપંચ સહિત 10 સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-23 13:31:43
  • Views : 942
  • Modified Date : 2022-08-23 13:31:43


ડીસા તાલુકાના માલગઢ ગામના મહિલા સરપંચ સામે આજે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઈ હતી. સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કામ કરી ભ્રષ્ટાચાર આચરતા હોવાના આક્ષેપો સાથે ગ્રામપંચાયત ના 16 માંથી ડેપ્યુટી સરપંચ સહિત 10 સભ્યોએ અવિશ્વાસ ની દરખાસ્ત તાલુકા વિકાસ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂ કરી હતી . .  


ડીસા તાલુકાના માલગઢ ગામના સરપંચ સામે આજે ગ્રામ પંચાયતના સભ્યોએ અવિશ્વાસ ની દરખાસ્ત રજૂ કરી હતી. માલગઢ ગામના સરપંચ ગટુબેન ભેરાજી સુંદેશા ચૂંટાયેલા સભ્યોને કોઈપણ જાતના વિશ્વાસમાં લીધા વગર તેમના પતિ અને કોન્ટ્રાક્ટર સાથે મળી હલકી ગુણવત્તા વાળું કામ કરી ભ્રષ્ટાચાર આચરતા હતા તેમજ મહિલા સરપંચના પતિ ચૂંટાયેલા સભ્યો સાથે અભદ્ર વર્તન કરતાં કંટાળેલા ડેપ્યુટી સરપંચ સહિત 10 સભ્યોએ આજે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે. અંગે માલગઢ ગામના ડેપ્યુટી સરપંચ કાજલબેન સુદેશા અને સભ્ય સુરેશભાઈ ટાંકે જણાવ્યું હતું કે ગામમા કોઈ કામ થાય તો સરપંચ પતી અમને સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કામ કરી ભ્રષ્ટાચાર આચારે છે હમણાં 33 લાખ રૂપિયાની ગ્રાન્ટ આવી હતી જેમાં અડધું કામ થયું નથી અને તમામ ગ્રાન્ટ ઉપડી ગઈ છે જેથી આજે  અમે 10 સભ્યો અવિશ્વાસની દરખાસ્ત આપવા માટે આવ્યા છીએ.જે બાદ તમામ સભ્યોએ ગામના સરપંચ વિરોધ દર્શાવ્યો હતો.અને તાત્કાલિક આવા સરપંચને પદ પરથી હટાવી અન્ય સરપંચની નિમણૂક થાય તેવી માંગ કરી હતી.


Download Our B K News Today App



Related News