ચાંદખેડામાં નવજાત બાળકને ફ્લેટના 10માં માળેથી નીચે ફેંક્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-04-20 11:27:54
  • Views : 234
  • Modified Date : 2023-04-20 11:27:54


અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં નવજાત બાળકની 10મા માળેથી ફેંકીને હત્યા કરી દેવાઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ચાંદખેડા વિસ્તારમાં આવેલા સ્કાય વોક એપાર્ટમેન્ટમાં આ ઘટના બની છે. પોલીસ કંન્ટ્રોલમાં મેસેજ મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને એફએસએલની મદદ લઈ તપાસ શરૂ કરી છે.


અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલ સ્કાયવોક એપાર્ટમેન્ટના સિકયુરિટી ગાર્ડ દ્વારા પોલીસને મેસેજ મળ્યો કે એક નવજાત બાળકની લાશ મળી છે. જેથી પોલીસ તાત્કાલિક જઈ તપાસ શરૂ કરતાં જાણવા મળ્યું કે કોઈ અજાણ્યા વ્યક્તિએ બાળકને 10માં માળ અથવા છત ઉપરથી ફેંકીને હત્યા કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે 9મા માળેથી ફેંકતી વખતે બાળક સેડ ઉપર અથડાતા લોહીનું નિશાન મળી આવ્યું છે.


મળતી માહિતી પ્રમાણે નવજાત કહેતાં બાળકના જન્મના માત્ર એક બે દિવસ થાય હોઈ શકે છે. જેથી પોલીસે એપાર્ટમેન્ટમાં તમામ બલોકમાં તપાસ શરૂ કરી છે અને એપાર્ટમેન્ટમાં કોઈ મહિલા ગર્ભવતી હતી કે કેમ?


શું કોઈ બહારથી આવીને બાળકની હત્યા કરી છે. બાળકની હત્યા પાછળનું કારણ શું છે તે તમામ દિશાઓમાં તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે પોલીસના માટે 2થી 3 કારણો હોઈ શકે છે જેમાં ઘર કંકાસ પણ હોઇ શકે છે. મહત્વનું છે કે બાળકનો જન્મ ઘરમાં થયો હોય એવું પણ સામે આવી રહ્યું છે.


સુત્રો એવું પણ જણાવી રહ્યાં છે કે સોસાયટીના શંકાસ્પદ લોકોનો ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવી શકે છે. જેથી ખ્યાલ આવે કે આ બાળક કોનું છે. હાલ પોલીસે હત્યારા સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરી છે. પોલીસે આ સોસાયટીમાં કેટલી મહિલાઓની ડિલીવરી થઈ છે તેવી વિગતો પણ મંગાવી છે. નવજાત બાળક કેવી રીતે નીચે પડ્યું કે પછી ફેંકી દેવામાં આવ્યું તે બાબતે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી. પોલીસ આ બાબતે સોસાયટીના સીસીટીવી ફૂટેજ સહિત તમામ વસ્તુઓ કબજે લઈને તેમજ આજુબાજુના લોકોને પૂછપરછ કરીને ઘટના બાબતે તપાસ કરી રહી છે. પરંતુ 10 માળેથી બાળક પટકાતાં માથાનો ભાગ ફાટતાં ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું.


Download Our B K News Today App



Related News