યુએસમાં કોરોનાનો નવો વેરિયન્ટ XBB.1.5 120 ગણી ઝડપે સંક્રમણ ફેલાવશે XBB.1.5 એ કોરોનાનો સુપર વેરિયન્ટ છે જેના અમેરિકામાં આગમન બાદ હોસ્પિટલમાં દાખલ થનારા લોકોની સંખ્યાંમાં ધરખમ વધારો નોંધાયો છે

  • Published By : parth lakhtaria
  • Published Date : 2023-01-02 11:56:50
  • Views : 427
  • Modified Date : 2023-01-02 11:56:50

અમેરિકામાં કોરોના XBB.1.5નું નવું વેરિયન્ટ મળ્યું છે, જે અન્ય વેરિયન્ટની સરખામણીમાં ખૂબ જ ખતરનાક છે. ચાઇનીઝ મૂળના અમેરિકન આરોગ્ય નિષ્ણાત એરિક ફિગેલ ડિંગે જણાવ્યું હતું કે એ અગાઉના BQ1 વેરિયન્ટ કરતાં 120 ગણી ઝડપથી સંક્રમણ ફેલાવે છે. એ માણસની રોગ પ્રતિકારક સિસ્ટમને ચકમો આપવામાં અગાઉનાં તમામ વેરિયન્ટ કરતાં વધુ શક્તિશાળી છે.

ડિંગે કહ્યું હતું કે XBB.1.5 કોરોનાનું સુપર વેરિયન્ટ છે. આ કારણે, કોરોના સંબંધિત કેસોમાં હોસ્પિટલમાં દાખલ થવાનો દર સતત વધી રહ્યો છે. એક વૈજ્ઞાનિકે ન્યૂયોર્કમાં ફેલાતા આ વેરિયન્ટના મોડલનો અભ્યાસ કર્યો છે. તેમણે એક પછી એક 17 ટ્વીટ કરીને આરોપ લગાવ્યા કે ચીનની જેમ અમેરિકા કોરોનાના નવા વેરિયન્ટનો ડેટા પણ છુપાવી રહ્યું છે.

XBB15 એ કોરોનાનું 'સુપર વેરિયન્ટ' છે. XBB.1.5 17 દિવસમાં એટલા લોકોને સંક્રમિત કરી રહ્યું છે જેટલો BQ1 26 દિવસમાં સંક્રમિત કરતું હતું. એનું R મૂલ્ય એટલે કે રિપ્રોડકેસન વેલ્યુ BQ1 કરતાં વધુ છે. R વેલ્યુ દર્શાવે છે કે કોરોનાથી સંક્રમિત એક વ્યક્તિમાંથી કેટલા લોકોને સંક્રમણ લાગી રહ્યું છે અથવા લાગી શકે છે. XBB.1.5 ક્રિસમસ પહેલાં BQ1 કરતાં 108 ટકા વધુ ઝડપથી ફેલાઈ રહ્યો હતો. ક્રિસમસ પછી આ ઝડપ વધીને 120% થઈ ગઈ છે.

આરોગ્યનિષ્ણાત એરિકે દાવો કર્યો છે કે સેન્ટર ફોર ડ્રગ્સ એન્ડ ડીસીઝ કન્ટ્રોલે (CDC)છેલ્લાં 2 અઠવાડિયાંમાં XBB.1.5 વેરિયન્ટના સાચા આંકડા જાહેર કર્યા નથી. ડિંગે યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલને આંકડાઓની તસવીરો શેર કરી છે. તેમના કહેવા પ્રમાણે, CDC દ્વારા કોરોનાના આ આંકડા જાહેર કરવામાં આવ્યા નથી.

એરિકે દાવો કર્યો હતો કે કેન્દ્રએ નવા વેરિયન્ટ સાથે જોડાયેલા કેસોમાં એકથી 40 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. યુએસમાં ડિસેમ્બર મહિનામાં જ આ કોરોનાના નવા વેરિયન્ટથી કેસોમાં 40 ટકાનો વધારો થયો છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને શનિવારે ચીનને કોરોનાના સાચા આંકડા જાહેર કરવા અપીલ કરી છે. ખરેખર ચીનની સરકારે હાલમાં જ દૈનિક કેસ જાહેર ન કરવાનો નિર્ણય લીધો છે. અહીં, ફ્રાન્સ અને બ્રિટને ચીનથી આવતા મુસાફરો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કરી દીધો છે.

Download Our B K News Today App



Related News