વિધાનસભાની ચૂંટણી ને લઈ બનાસકાંઠામા શરૂ થયો નવો ટેન્ડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-23 13:05:46
  • Views : 569
  • Modified Date : 2022-08-23 13:05:46

 

સંભવીત ઉમેદવારોનું એક્ઝિટ પોલ થકી સોશ્યલ મીડિયામાં શક્તિ પ્રદર્શન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં નવો  ટ્રેન્ડ શરૂ થયો છે.જેમાં અલગ અલગ વિધાનસભાના સંભવિત ઉમેદવારોના સોશિયલ મીડિયામાં એક્ઝિટ પોલ શરૂ થયા છે.જેમાં ઉમેદવારો પોતે પણ એક્ઝિટ પોલમાં પોતાને વધુ મત મળે તેવી અપીલ કરી રહ્યા છે.

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીને લઇ જે તે વિધાનસભાનો મજબૂત સંભવિત ઉમેદવાર પ્રસ્થાપિત કરવા સોશિયલ મીડિયામાં સ્ટ્રો પોલનામની પોલિંગ વેબસાઈટ શરૂ થઈ છે.ડીસા માં વિધાનસભા ની ચૂંટણી લડવા માગતા સંભવિત ઉમેદવારો વેબસાઈટ ની લીંક સોશિયલ મીડિયા મારફતે વધુમાં વધુ ફેલાવો થાય તે રીતે  પોતે તેમજ પોતાના સમર્થકો મારફતે વાયરલ કરી રહ્યા છે અને જેમાં પોતાને મત આપવાની અપીલ કરી રહ્યા છે. સ્ટ્રો પોલનામની વેબસાઈટમાં અલગ અલગ વિધાનસભાના જે તે પક્ષના સંભવિત દાવેદારોના નામ હોય છે. જેની સામે વોટીંગ કરવામાં આવે છે અને વોટ કરનાર વ્યક્તિ તરત તેનું રિઝલ્ટ જોઈ શકે છે અને રીઝલ્ટના આંકડા તરત સોશિયલ મીડિયામાં અલગ અલગ ગ્રુપોમાં વાયરલ કરી શકે છે. જેથી કયા ઉમેદવાર ને કેટલા મત મળ્યા તેની ટકાવારી જોઈ શકાય છે. આથી પોતાનું નામ ટોપ ઉપર રહે તે માટે સંભવિત ઉમેદવારો  સોશિયલ મીડિયામાં શક્તિ પ્રદર્શન કરી પોતાને વધુને વધુ મત મળે તે માટે પોતે જાતે અથવા પોતાના સમર્થકો દ્વારા લીંક નો વધુમાં વધુ ફેલાવો કરી પોતાને મત  આપવા અપીલ કરી રહ્યા છે.જોકે વિધાનસભામાં હજુ ભાજપ કે કોંગ્રેસ પક્ષ દ્વારા કોને ટિકિટ આપવામાં આવશે તે નક્કી નથી જ્યારે આમ આદમી પાર્ટી પણ હજુ રાજ્યમાં 19 ઉમેદવારો જાહેર કર્યા છે ત્યારે આવા એક્ઝિટ પોલ થકી પોતાનું નામ મોવડી મંડળમાં અગ્રસ્થાને રહે તેવા પ્રયાસો સંભવિત ઉમેદવારોએ શરૂ કર્યા છે. . . . .

Download Our B K News Today App



Related News