રાજ્યમાં સ્કૂલ ફી માટે નવો સ્લેબ કરાશે નક્કી, સંચાલક મંડળની રજૂઆત બાદ સરકારે કરી સમિતિની રચના

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-09-30 16:03:41
  • Views : 80
  • Modified Date : 2023-09-30 16:03:41

ગુજરાતની ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોની ફી માટે નવો સ્લેબ નક્કી કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા 9 જેટલા સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. ફીના સ્લેબમાં વધારો કરવા માટે સંચાલક મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે આ કમિટીની રચના કરવામાં આવી છે. ...તો વાલીઓના ખિસ્સા પર વધશે ભારણખાનગી સ્કૂલોની ફી નક્કી કરવા માટે વર્ષ 2017માં અમલમાં આવેલા ફી નિર્ધારણ કાયદામાં સ્કૂલોની કટઓફ ફી સ્લેબ નક્કી કરાયા હતા. કટઓફ ફીમાં વધારો થશે તો સ્કૂલો વાલીઓ પાસેથી વધુ ફી વસુલી શકે છે.   સંચાલકોની માંગ બાદ કરાઈ કમિટીની રચના સ્કૂલોના સંચાલકોએ મોંઘવારીના કારણો આપીને ફીના સ્લેબમાં વધારો કરવાની માંગ કરી હતી. જેના પગલે શિક્ષણ વિભાગ દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં 9 જેટલા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.  સરકારે નક્કી કરી છે ફી આપને જણાવી દઈએ કે, ફી અધિનિયમ અનુસાર, રાજ્ય સરકારના જાહેરનામાથી ઠરાવેલી ફી કરતા ઓછી ફીની રકમ વસુલતી ખાનગી સ્કૂલોને ફી નિર્ધારણ પાસેથી ફી નિર્ધારણ કરાવવામાંથી મુક્તિ આપેલી છે. રાજ્ય સરકારે આ માટે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક માટે ફી નક્કી કરેલી છે. જે મુજબ આ ફી ક્રમશ 15 હજાર, 25 હજાર અને 30 હજાર નક્કી કરેલી છે. આ અંતર્ગત નક્કી કરેલી ફી કરતા વધુ ફી લેતી સ્કૂલોએ ફી કમિટી સમક્ષ દરખાસ્ત કરવાની હોય છે. તો નક્કી કરવામાં આવેલી ફી કરતા ઓછી ફી લેતી સ્કૂલોએ માત્ર એફિડેવિટ જ આપવાનું હોય છે. 

Download Our B K News Today App



Related News