ડીસા શહેરમાં ડોર ટુ ડોર સફાઈના નવા કોન્ટ્રાકટરની ઉઠી બુમરાણો નંગરપાલિકા દ્વારા ફટકારી નોટીસ..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-03 12:09:08
  • Views : 314
  • Modified Date : 2022-05-03 12:09:08

 

સમગ્ર ગુજરાતમાં ડીસા નગરપાલિકાની કામગીરીની  વખાણ જોવા મળી રહ્યાં છે પરંતુ નંગરપાલિકા ની કામગીરીને ડોર ટુ ડોર સફાઈ કોન્ટ્રાકટર લાંછન લગાડતાં હોય તેવું જોવા મળી રહ્યું છે ડીસા શહેરમાં નંગરપાલિકા દ્વારા શહેરની ગલીઓ માટે પાલિકાનાં સફાઈ કર્મચારીઓ દ્વારા કચરો એકત્રીત કરી કચરા સ્ટેન્ડ પર ખાલી કરવામાં આવે છે જે બાદ ડોર ટુ ડોર સફાઈ કોન્ટ્રાકટર દ્વારા કચરો ઉપાડવાની કામગીરી કરવાની હોય છે ડીસા શહેરમાં થોડા મહીના પહેલાં સુંદર સ્વચ્છ શહેર જોવા મલતુ હતું પરંતુ નવા કોન્ટ્રાકટર આવ્યા બાદ ઠેર-ઠેર કચરાના સ્ટેન્ડ પર કચરાના ઢગલા જોવા મળી રહ્યાં છે જાગૃત નાગરિકો દ્વારા રજુઆત કર્યા બાદ કોન્ટ્રાકટર ની ટીમ દ્વારા કચરા સ્ટેન્ટ પર સાફસફાઈ કરવામાં આવે છે જ્યારે ડોર ટુ ડોર કચરાના ગાડીઓ પર  રેગ્યુલર કચરો ઉપાડતી ન હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે બીજી તરફ ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં શહેરનાં અનેક કચરા સ્ટેન્ટ પર પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઢગલા ખડકાયાલા જોવા મળી રહ્યાં છે અને કચરાના સ્ટેન્ડ પર ગાયો અને નંદી પ્લાસ્ટિક આરોગતાં નજરે પડી રહ્યા છે ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં પ્રમુખ રાજુભાઇ ઠક્કર ની કામગીરીની શહેરજનો પણ  વખાણ કરી રહ્યા છે પરંતુ પાલિકા પ્રમુખ ની સુંદર કામગીરી ને નવા ડોર ટુ ડોર સફાઈ કોન્ટ્રાકટર લાંછન લગાડતાં હોય તેવું શહેરમાં જોવા મળી રહ્યું છે ત્યારે નંગરપાલિકાના ટેન્ડર નિયમોનું ઉલ્લંધન કરતાં ડોર ટુ ડોર કચરાના કોન્ટ્રાકટર સામે નંગરપાલિકા કડક કાર્યવાહી કરવામાં આવી સાથે-સાથે શહેરને સ્વચ્છ બનાવવા માટેની યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવું શહેરજનો દ્વારા લાગણી સાથે માગણી વ્યક્ત કરવામાં આવી રહી છે

Download Our B K News Today App



Related News