મનપાના સેનેટરી ઇન્સપેક્ટરે એક પરિણીતા દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ મુકાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-09 12:11:26
  • Views : 82
  • Modified Date : 2024-03-09 12:11:26

સુરતઃ મહાનગરપાલિકા તેના એક અધિકારી પાર થયેલા ચોંકાવનારા આક્ષેપોના કારણે વિવાદમાં સપડાઈ છે. એક પરિણીતા પર સેનેટરી ઇન્સ્પેકટરે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ મુકાયો છે તો મામલાની ગંભીરતા પારખી સુરત પોલીસે આ અધિકારીની ધરપકડ પણ કરી લીધી છે.સૂત્રો અનુસાર અધિકારીના ઘરે સત્સંગ કરવા આવેલી પરિણીતા પર સેનેટરી ઇન્સ્પેકટરે દુષ્કૃત્ય આચર્યું હોવાનો આક્ષેપ થયો છે. મનપાના આધેડ સેનેટરી ઇન્સ્પેકટરે મહિલાના વાંધાજનક ફોટો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું તેવો  આરોપ મુકવામાં આવ્યો છે. સુરતની સલાબતપુરા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ મામલામાં પોલીસે આરોપી ભીખુ અંજારાની ધરપકડ પણ કરી લીધી છે.

Download Our B K News Today App



Related News