જામનગરમાં લાલપુર ચોકડી પાસે રોડ જોખમી રીતે બાઈચાલકે સ્ટંટ કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-28 18:29:07
  • Views : 97
  • Modified Date : 2024-03-28 18:29:07

રાજ્યમાં અવારનવાર જોખમી સ્ટંટના વીડિયો સામે આવતા હોય છે. જ્યારે જામનગરમાં ફરી એક વાર જોખમી સ્ટંટનો વીડિયો સામે આવ્યો છે. જામનગરમાં લાલપુર ચોકડી પાસે રોડ જોખમી રીતે બાઈચાલકે સ્ટંટ કર્યો હતો. બાઈકચાલકના સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. કારચાલકે યુવકનો બાઈક પર સ્ટંટ દરમિયાન વીડિયો બનાવ્યો હતો. ઠેબા ચોકડીથી લાલપુર ચોકડી પર અવારનવાર બાઈકચાલકો સ્ટંટ કરતા નજરે પડ્યા છે. આ અગાઉ પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.બીજી તરફ આ અગાઉ રાજકોટમાં જોખમી સવારીનો વીડિયો વાયરલ થયો હતો. રાજકોટના ગોંડલ-દેરડીના હાઈવે પર ઈકો કારમાં 40 મુસાફરોનો વીડિયો વાયરલ થયો હતો. ગોંડલ-દેરડીના હાઈવે પર જઇ રહેલી ઇકો કારમાં 40 લોકો બેસાડાયા હતા. ઈકો કાર ઉપર બાળકો સહિત 18 થી 20 લોકોને બેસાડ્યા હતા.

Download Our B K News Today App



Related News