વડોદરાના કારેલીબાગમાં બે દીકરીઓનો જીવ લઈ માતાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-11 16:36:24
  • Views : 113
  • Modified Date : 2023-07-11 16:36:24

વડોદરાના કારેલીબાગની અક્ષતા સોસાયટીમાં તાજેતરમાં જ રહેવા આવેલી ત્યકતા એ આર્થિક સંકડામણને કારણે અધમ કૃત્ય આચરતા પ્રથમ પોતાની બે સગી દીકરીઓનો જીવ લીધો અને બાદમાં પોતે પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યાની કોશિશ કરી જો કે પાડોશી આ દ્રશ્યો જોઈ જતા બુમાબુમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા અને તેને તાત્કાલિક સારવાર અર્થે SSG હોસ્પિટલ ખસેડી માતાનો હાલ પૂરતો જીવ બચી ગયો છે. પરંતુ તેણે સઘન ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવી છે.વડોદરાના કારેલીબાગ માં આવેલ અક્ષતા સોસાયટી માં અંદાજે 15 દિવસથી ભાડે રહેવા આવેલી દક્ષા ચૌહાણ નામની મહિલાના લગ્ન મોરબીમાં થયા હતા, સંતાનમાં બે દીકરીઓ હતી, પતિ પત્ની વચ્ચે અણબનાવને પગલે છૂટાછેડા થઈ ગયા હતા, ત્યાર બાદ દક્ષા પોતાની બંને દીકરીઓ સાથે વડોદરાના તુલસી વાડીમાં રહેતા પોતાના પિતાના ઘરે રહેવા આવી ગઈ હતી. ગત વર્ષે પિતાનું અવસાન થયું હતું. ત્યાર બાદ દક્ષાના ભાઈ રાહુલ અને તેની પત્ની સાથે કોઈક મુદ્દે માથાકૂટ થયા બાદ દક્ષા પોતાની દીકરીઓ સાથે અલગ રહેવા લાગી હતી અને છેલ્લા 15 દિવસથી કારેલીબાગની અક્ષતા સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતી હતી.પાડોશીએ માતાને બચાવી લીધીદક્ષા બેન ચૌહાણે પ્રથમ બંને દીકરીઓને જમવામાં ઝેર આપ્યું હતું પરંતુ તેની અસર નહિ થતા ગળે ટુંપો આપીને હત્યા કરી દીધી હતી, પછી પોતે પણ પંખા સાથે લટકી આપઘાત કરી રહી હતી, ત્યારે ઉપર રહેતા એક બહેન આ દ્ર્શ્ય જોઈ જતા બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને દક્ષા બેનને બચાવી લીધા સારવાર માટે SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તબીબોના નિરીક્ષણ હેઠળ સારવાર ચાલુ છે.મોટી દીકરી હનીએ તેના મિત્ર રાકેશને કોલ કરી ને કહ્યું જમવાનો ટેસ્ટ અલગ લાગે છે. મારા મમ્મી એ કૈક કર્યું હોય એવું લાગે પણ હનીના મિત્રએ તેણીને સમજાવતા કહ્યું કે કોઈ મા બાપ આવું ના કરે. રાકેશે કહ્યું મેં ગઈ કાલે કોલ કર્યો હતો તેની મમ્મી એ કહ્યું હની નથી તેના મામાના ઘરે ગઈ છે.19 વર્ષીય મોટી દીકરી હની ચૌહાણ Ty.Bcom માં અભ્યાસ કરતી હતી અને એરહોસ્ટેસ બનવા માંગતી હતી તેવું તેના મિત્ર રાકેશે જણાવ્યું, ઘટનાની જાણ થતાં અમદાવાદ થી દોડી આવેલ દક્ષાબેનના બેન નીલમ બેને જણાવ્યું કે અમારે વાત થઈ હતી ત્યારે દીકરીની ફી અંગે વ્યવસ્થા અમે કરી આપવા અને ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન કરાવી આપવાની વાત કરી હતી.અમદાવાદથી આવી પહોંચેલ બહેન નિલમે જણાવ્યું કે રાત્રે ત્રણ વાગ્યાના સુમારે દક્ષાનો કોલ આવ્યો હતો. પરંતુ મીસ્ડ કોલ થયો મેં સામેથી કોલ કર્યો, તો તેણે કહ્યું ટાઇમ સેટ કરતી હતી. મેં કહ્યું રાતના ત્રણ વાગ્યા છે તો તેને કહ્યું સુઈ જા, સૂત્રો એ જણાવ્યું કે દક્ષા બેન ગઈ કાલે તેમના ભાઈને પણ મળવા ગયા હતા.કારેલીબાગ PI ચેતન જાદવે જણાવ્યું કે બે કાગળ માં લખેલી ચાર પેજની સ્યુસાઇડ નોટ મળી છે. દીકરીની 22 હજાર રૂપિયા ફી અને મકાનનું ભાડું નહીં ભરી શકતા આર્થિક સંકડામણને કારણે આ પગલું ભર્યું હોવાનું લાગી રહ્યું છે. સ્યુસાઇડ નોટમાં લખેલ અન્ય બાબતોના મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.ઝોન 4 DCP પન્ના મોમાયા એ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે FSLની મદદ થી તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. માતા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News