રાજકોટમાં મચ્છરજન્ય-પાણીજન્ય રોગચાળાએ ઉચક્યું માથું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-12 15:27:10
  • Views : 73
  • Modified Date : 2023-12-12 15:27:10

રાજકોટ છેલ્લા કેટલાય સમયથી રોગચાળાના ભરડામાં સપડાયેલું છે. શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે.જેને લઈને આરોગ્ય કેન્દ્ર અને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે.છેલ્લા એક જ સપ્તાહની વાત કરીએ તો તાવ, ઝાડા-ઉલટીના 1394 કેસ નોંધાયા છે.જ્યારે શરદી-ઉધરસના 1081, સામાન્ય તાવના 73 કેસ નોંધાયા છે.તો ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના 5-5 કેસ નોંધાયા છે.જો કે આ આંકડાઓ માત્ર સરકારી આરોગ્ય કેન્દ્રના છે.જ્યારે ખાનગી હોસ્પિટલમાં આંકડો હજુ પણ વધી શકે છે.રાજકોટમાં શિયાળાની શરૂઆતથી જ વધતા જતાં રોગચાળા પર અકુંશ લાવવો ખુબ જ જરૂરી છે.ત્યારે હવે તંત્ર આ માટે કોઈ નક્કર કાર્યવાહી કરે છે કે તેમ તે જોવું રહ્યું છે.

Download Our B K News Today App



Related News