ડીસાના અજાપુરા રોડ પર આવેલ જીજી માળી વિદ્યાસંકુલ ખાતે આપત્તિના સમયે બચાવ માટેના ઉપાયોની મોકડ્રિલ યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-29 11:43:10
  • Views : 311
  • Modified Date : 2021-10-29 11:43:10

 

ડીસાના અજાપુરા રોડ પર આવેલ જીજી વિદ્યા સંકુલ મુકામે આપત્તિના સમયે બચાવ માટેના ઉપાયોની મોકડ્રિલ યોજાઈ હતી. વિદ્યાર્થીઓ અભ્યાસની સાથોસાથ આપત્તિના સમયે પોતાનો બચાવ કઈ રીતે કરવો તેની જાણકારી મળી રહે તે માટે ખાસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.તારીખ 21 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર દરમિયાન પોલીસ સંભારણા દિવસની ઉજવણીના ભાગરૂપે ચામુંડા એકેડમી અને જીજી વિદ્યાસંકુલના સંયુક્ત ઉપક્રમે એસડીઆરએફ ગ્રુપ મડાણા જૂથ 3 દ્વારા આપત્તિના સમયે કઈ બચાવકામગીરી કરવાથી જાનહાની ટાળી શકાય તેની સંપૂર્ણ માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી કાર્યક્રમ એસ.આર.પી.કેમ્પ મડાણા જૂથ ત્રણના વડા એવા ડીવાયએસપી બી એમ ચૌધરી ની અધ્યક્ષતામાં ઉજવાયો હતો પ્રસંગે પી.આઈ બારીયા પી.એસ.આઇ વસાવા સંસ્થાના સંચાલકો એમપી દાદા નવીનભાઈ માળી ચામુંડા એકેડમી ડીસાના સંચાલક ભરતભાઈ ભાટી ડીસા ગૌ એમ્બ્યુલન્સ સેવાના સંચાલક ગણપત ભાટી ઉપસ્થિત રહ્યા ૮૦૦થી ૯૦૦ વિદ્યાર્થીઓની હાજરીમાં હથિયારોની પ્રદર્શન ધાબા પરથી બેભાન દર્દીઓને નીચે લાવવા પૂર્વ કે નદીના સામે પાર રસ્તો કઈ રીતે લઈ જાય તેની મોકડ્રીલ બતાવવામાં આવી માઇક સંચાલન .એસ.આઇ ઝુલ્ફીકાર  કર્યો હતો.

 

આજે મોટાભાગના યુવક-યુવતીઓ દેશની રક્ષા કરવા માટે પોલીસ અને આર્મી ની ભરતી માટે તૈયારીઓ કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં પણ હાલ વિવિધ એકેડેમી દ્વારા આવા વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે અત્યારે 900 થી પણ વધુ વિદ્યાર્થીઓ દેશની રક્ષા કાજે તૈયાર થઈ રહ્યા છે ત્યારે આજે ડીસા તાલુકાના અજાપુરા ગામમાં આવેલ જીજી વિદ્યા સંકુલ ખાતે પોલીસ જવાનો દ્વારા આપત્તિ સમયે પોતાનો બચાવ કેવી રીતે કરવો તે માટેનો તાલીમ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લા માંથી આવેલા વિદ્યાર્થીઓને આપત્તિના સમયે હથિયાર નો કઈ રીતે ઉપયોગ કરવો તેની સમજણ આપવામાં આવી હતી તે ઉપરાંત વિવિધ કરતબો બતાવી પોલીસ જવાનોએ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓ પણ આજે તાલીમ કેમ્પ માં આવી પોલીસ જવાનો પાસેથી હથિયારો ની માહિતી મેળવી હતી અને અમારા સમયમાં પોલીસ અને આર્મી ની ભરતી માં તેઓ તૈયારીઓ કરી રહ્યા છે તેમાં પણ આજની તાલીમ ઉપયોગી થશે તેવું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.

 

Download Our B K News Today App



Related News