થરાદના ચાંગડામાં ઘાસચારો ભરેલી મિની ટ્રકમાં આગ લાગતાં અફરાતફરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-04 12:24:18
  • Views : 250
  • Modified Date : 2021-05-04 12:24:18

     થરાદ તાલુકાના ચાંગડા પાટીયા પાસેથી પશુઓ માટે ઘાસચારો ભરીને એક મીની ટ્રક જઈ રહી હતી.જેને વીજવાયર અડતાં શોર્ટસર્કિટ થતા આગમાં લપેટાઇ હતી.જો કે ગ્રામજનોએ સમયસુચકતા વાપરીને ટ્રક પર ચઢી સળગતો ચારો નીચે નાખી દેતાં મોટી દુર્ઘટના બનતાં અટકાવી લેવાઇ હતી. પ્રાપ્ત માહિતી મુજબ થરાદના ચાંગડા ગામના એક વ્યક્તિની માલિકીની ટ્રક ઘાસચારો ભરીને જઇ રહી હતી.

     જેમાં બસસ્ટેશન પાસે શોર્ટસર્કિટના કારણે આગ લાગવા પામી હતી. જોકે ગામની ગૌશાળા પાસેથી વળવાનું હોવાથી પાણીની વ્યવસ્થા ત્યાં હોવાના કારણે સમયસુચકતા વાપરીને આઈશર ચાલકે ત્યાં લાવી હતી. જ્યાં આજુબાજુના લોકોએ મદદ કરી હતી..જેમાં ગ્રામજનોની કોઠાસુઝથી યુવાનો ટ્રેક પર ચડીને બળી રહેલો ઘાસચારો નીચે નાખતાં આગ વધુ ફ્લાતાં અટકી હતી . બીજી બાજુ ગ્રામજનો પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાની પ્રયાસ કર્યો હતો . ટ્રકમાં આગ લાગતા ગ્રામજનોમાં ભારે અફરાતફરી સાથેઉત્તેજનાનો માહોલ પણ પ્રસરી જવા પામ્યો હતો.જ્યારે થરાદનગરપાલિકાના ફાયર ફાઈટરને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી . પરંતુ ફાયર ટીમ હોસ્પિટલમાં એન.ઓ.સી.ચકાસણીમાં ગોઠવાયેલી હોવાથી ધાનેરાથી બોલાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી . પરંતુ ગ્રામજનોએ આગને કાબુમાં લેતાં સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો .

Download Our B K News Today App



Related News