પાલનપુર-અમદાવાદ હાઈ-વે પર બસમાં લાગી આગ : સમયસૂચકતાથી દુર્ઘટના ઘટી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-23 12:14:28
  • Views : 345
  • Modified Date : 2021-05-23 12:14:28

    બનાસકાંઠામાં પાલનપુર- અમદાવાદ નેશનલ હાઈવે પર આજે એક મીની બસમાં આકસ્મિક આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. બનાવને પગલે પાલનપુર નગરપાલિકા ના ફાયર ફાયટર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં તો બસ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી જોકે ડ્રાઇવરની સમય સૂચકતા ને કારણે દસ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. બનાસકાંઠા જિલ્લામાં એક તરફ કોરોનાવાયરસ તેનો કહેર બતાવી રહ્યો છે તો બીજી તરફ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક આગની ઘટનાઓ સામે આવી રહી છે. ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ક્યાંક સૂકા ખેતરોમાં તો ક્યાંક ગાડીઓમાં વારંવાર આગની ઘટનાઓ સામે આવી રહી છે આખા ઉપર બનાસકાંઠા જિલ્લાના શહેરી વિસ્તારમાં દસ દિવસમાં 7 થી પણ વધુ આગની ઘટનાઓ સામે આવી હતી વારંવાર આગની ઘટનાઓ બનતા વાહનચાલકો અને ખેતર માલિકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

    પાલનપુર થી મહેસાણા તરફ જઇ રહેલી મીની બસ માં આજે અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગ લાગતાં જ ડ્રાઇવરે બસ ને રોડ ની સાઈડમાં ઉભી રાખી તમામ મુસાફરોને ઉતારી લીધા હતા. જોકે ત્યાં સુધીમાં તો આગે આખી બસને તેની જપેટમાં લઈ લીધી હતી. બનાવને પગલે આજુબાજુના લોકો અને ફાયર ફાઇટર ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સતત બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ બુઝાય ત્યાં સુધી માં તો મિનિબસ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી.

    ડ્રાઇવર સમયસૂચકતાથી બસ માં સવાર દસ મુસાફરોના આબાદ બચાવ થયો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ શોર્ટસર્કિટના કારણે એની બસમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.


Download Our B K News Today App



Related News