ડીસાના રેલવે સ્ટેશન ચાર રસ્તા પાસે આવેલ પાવર હાઉસ આગળ અજાણ્યા વાહનની ટક્કરે આધેડનું ઇજાગ્રસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-25 11:06:41
  • Views : 323
  • Modified Date : 2022-05-25 11:06:41


ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો નેશનલ હાઈવે પર વારંવાર મોટા હેવી વાહનોના ગફલત ભર્યા ડ્રાઇવિંગ ના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે આ વારંવાર સર્જાતા નાના-મોટા અકસ્માતો માં અત્યાર સુધી અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે તો અનેક લોકો મોતને ભેટયા છે ત્યારે આજે આવો વધુ એક અકસ્માત ડીસાના રેલવે સ્ટેશન ચાર રસ્તા પાસે આવેલ પાવર હાઉસ નજીક સર્જાયો હતો જેમાં એક આધેડ રસ્તા પર જઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહને રસ્તા પર ચાલી રહેલા આધેડ ને પાછળથી ટક્કર મારી હતી જેથી તેઓ રોડ પર પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જે બાદ ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ વાનને ફોન કરતા ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી જ્યાં ઈજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમની હાલત વધુ ગંભીર હોવાના કારણે તેમને સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યો હતો

Download Our B K News Today App



Related News