વાઘોડિયાના ગુતાલ ગામે મગરના હુમલાથી આધેડનું મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-09-11 15:31:17
  • Views : 75
  • Modified Date : 2023-09-11 15:31:17

 વડોદરામાં વાઘોડિયાના ગુતાલ ગામે મગરના હુમલાથી આધેડનું મોત થયું છે. ગુતાલ ગામની સીમમાં કોતરમાં હાથ-પગ ધોવા ઉતરેલા આધેડ પર મગરે હુમલો કર્યો હતો. આધેડનો પગ પકડી મગર ઉંડા પાણીમાં ખેંચી ગયો હતો. આધેડે બૂમાબૂમ કરતા નજીકના ખેતરોમાંથી ખેડૂતો દોડી આવ્યા હતા અને આધેડને મગરના મોં માંથી છોડાવી સારવાર અર્થે ખસેડ્યો હતો.સારવાર દરમિયાન મગરના હુમલાનો શિકાર બનેલા આધેડે દમ તોડ્યો હતો. ત્યારે મગરને પકડવા માટે પાંજરૂ મુકવામાં આવ્યું છે. લોકો માગ કરી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે મગરને પાંજરે પુરવામાં આવે.

Download Our B K News Today App



Related News