ડીસાના દામા ગામ ખાતે આવેલ ટાવર પાસેથી માઇક્રોવેવ એન્ટીનાની ચોરી થઈ હતી જેનો ભેદ આજે ડીસા તાલુકા પોલીસે ઉકેલી 3 આરોપીઓ ઝડપી પાડ્યા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-21 11:30:26
  • Views : 350
  • Modified Date : 2021-10-21 11:30:26

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં તસ્કરો એક પછી એક ચોરીને અંજામ આપી રહ્યા છે  શહેર બાદ તસ્કરો ગ્રામીણ વિસ્તારમાં પણ ચોરીને અંજામ આપી રહ્યા છે એક પછી એક તસ્કરો દ્વારા ચોરીને અંજામ આપતા પોલીસ સામે પણ અનેક સવાલો ઉભા થવા પામ્યા છે ત્યારે ડીસા તાલુકાના દામા ગામ ખાતે આવેલ ટાવર પાસેથી માઇક્રોવેવ  એન્ટીના નંગ 1 કિંમત રૂ.2,50,000 કિંમતનું કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી પલાયન થઈ જતાં સુનિલભાઈ રામાભાઈ ગઢવીએ ડીસા તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે આજરોજ ચોરી કરનાર ત્રણ ઈસમોને પકડી પાડી ચોરીનો વણશોધાયેલ ગુનો ગણતરીના કલાકોમાં ડીસા રૂરલ પોલીસે ઉકેલી લીધો છે.. ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ ડીસા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે ચોરી કરનાર ત્રણ આરોપીઓના સંકજામાંથી માઇક્રોવેવ એન્ટીના કિં.રૂ. ,૫૦,૦૦૦-, પીકઅપ ડાલા નંબર GJ08V1525, કિં.રૂા. ,૦૦,૦૦૦- અને ચોરીમાં ઉપયોગમાં લિધેલ સાધનો રસ્સો, પાના, સેફટી બેલ્ટ વિગેરે કિં. રૂ. ૧૦૦૦- એમ કુલ કિં. રૂ. ,૫૧,૦૦૦- નો મુદ્દામાલ કબ્જે 3 આરોપીઓ અલ્પેશજી ઉદાજી થરેચા, ભરતજી સદાજી ખાખલેજા,અનારજી ઉર્ફે અનિલ ચેનાજી ખાખલેજાને ઝડપી પાડ્યા હતા.

 

Download Our B K News Today App



Related News