કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા કોલેજમાં મેગા વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-16 12:49:21
  • Views : 302
  • Modified Date : 2021-07-16 12:49:21

     કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.એ.સુરાણી વિદ્યાસંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટસ અને શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજરીયા કૉમેર્સ કોલેજમાં આજરોજ કોરોના સંદર્ભે મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ તેમજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરત યુનિવર્સિટી પાટણના સહયોગથી કોલેજના ડૉ. ડી.એસ.ચારણના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.પિયુષભાઈ ચૌધરી (ટી.એચ.ઓ.) કાંકરેજ ડૉ.મીત ભાખરીયા (એમ.ઓ) ટોટાણા, તાલુકા સુપરવાઇઝર અમૃતભાઈ એસ.પ્રજાપતિ તથા એન.સી.સીના સર્વે વિદ્યાર્થી ભાઈ બહેનો તથા સમગ્ર કોલેજ પરિવારના સહયોથી વેક્સિનેશન કેમ્પ પૂર્ણ થયો હતો.તેમાં ૩૫૦ જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.

 

Download Our B K News Today App



Related News