થરાદ નગરપાલિકામાં શહેરના તમામ વેપારી એસોશિએશન સાથે મિટિંગ યોજાઇ : દુકાનો ચાલુ રાખવા બાબતે લીધો નિર્ણય.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-17 11:34:53
  • Views : 538
  • Modified Date : 2021-05-17 11:34:53

     થરાદ નગરપાલિકા ખાતે પાલિકાપ્રમુખ જાનકીબેન દિલિપકુમાર ઓઝા તથા ઉપપ્રમુખ રમેશભાઈ વી.રાજપુતના અધ્યક્ષસ્થાને કોરોના મહામારીને ધ્યાને લઈ થરાદ શહેરના તમામ વેપારી એસોશિએશન સાથેની મીટીંગ પાલિકામાં યોજાઇ હતી . જેમાં તમામ વેપારી એસો.ની.સંમતિથી સ્વેચ્છાએ તા .૧૭/૦૫/૨૦૨૧ થી તા . ૨૨/૦૫ ૨૦૨૧ સુધી ફરી એક વખત વેપાર ધંધાનો સમય સવારે ૬-૦૦ કલાકથી બપોરના 2-0 ક્લાક સુધીનો રાખવા નિર્ણય લેવામાં આવ્યો હતો જો કે અમુક વેપારીઓ એક વાગ્યા બાદ પણ પોતાની દુકાનો ચાલુ રાખતા હોવાનું અને હળવે હળવે બંધ કરીને એકાદ કલાક વધારે ખેંચી લેતા હોવાનો સુર પણ વેપારીઓમાં ઉઠવા પામ્યો હતો . આથી બપોરના ૨ -વાગ્યા બાદ કોઈપણ વેપારી દુકાન ખુલી રાખશે તો નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વેપારી એસો.ની માંગને ધ્યાને લઈ સખત અમલ કરવાની સુચના આપવામાં આવી હતી . તેમજ તેનું ઉલ્લંઘન કરનાર વેપારી સામે પાલિકા તંત્ર દ્વારા કાયદાકીય કાર્યવાહી કરાશે તેવી તમામ વેપારીઓએ સુચના સાથે થરાદ પોલીસનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News