ડીસામાં ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે પોલીસ સ્ટાફ, ધારાસભ્ય અને NHAI સાથે નાયબ કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-01 12:55:27
  • Views : 319
  • Modified Date : 2022-05-01 12:55:27

ડીસામાં ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે પોલીસ સ્ટાફ, ધારાસભ્ય અને NHAI સાથે નાયબ કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

 

ડીસા શહેર માંથી પસાર થતા નેશનલ હાઈવે પર છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન સાબિત થઇ રહી છે તો બીજી તરફ નેશનલ હાઈવે પર પડેલા ખાડાઓના કારણે પણ અનેકવાર નાના-મોટા અકસ્માતો સર્જાયા છે ત્યારે વારંવાર ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતોના પગલે સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે આજે ડીસા પ્રાંત કચેરી ખાતે નાયબ કલેકટર ની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી અનેક લોકો વારંવાર જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેના નિકાલ માટે આજે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ડીસાના નેશનલ હાઈવે પર જે પ્રમાણે રોજે રોજ કલાકો સુધી ટ્રાફિકજામ થાય છે તેમાં વાહનચાલકો અને વિદ્યાર્થીઓ કલાકો સુધી રહે છે જેના કારણે તેઓ હોય વારંવાર ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે આ સમસ્યાનો કાયમી નિકાલ થાય તે માટે આ ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા, નાયબ કલેકટર, ડીસા પોલીસ અધિક્ષક ડો.કુશાલ ઓઝા, નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર, નગર પાલિકા ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી,તાલુકા પોલીસ પી.આઇ, ઉત્તર પોલીસ પી આઈ સહિત નેશનલ હાઈ-વે ઓથોરેટીના અધિકારીઓ હાજર રહી બેઠક યોજી હતી.

Download Our B K News Today App



Related News