ડીસા તાલુકા સંઘ ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઇ હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-03 11:26:03
  • Views : 232
  • Modified Date : 2022-04-03 11:26:03

ડીસા તાલુકા સંઘ ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઇ હતી.

 

આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તડામાર તૈયારી કરી દેવામાં આવેલી છે.જેમ જેમ વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ દરેક પક્ષ પોતાની જીત માટે અત્યારથી જ એડીચોટીનું જોર લગાવવામાં ની શરૂઆત કરી દીધી છે. ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઇ હાલમાં દરેક પક્ષ પોતાના પક્ષને મજબૂત કરવા માટે અત્યારથી કાર્યકર્તાઓ ને વધુમાં વધુ જોડવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે ખાસ કરીને વિવિધ કાર્યક્રમો થકી હાલમાં દરેક પક્ષ ના આગેવાનો દ્વારા ઠેરઠેર બેઠકો યોજી અને પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો છે ત્યારે આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ડીસા શહેરમાં પણ અત્યારથી જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પક્ષમાં કાર્યકર્તાઓને જોડવા માટે કાર્યક્રમો શરૂ કરી દેવામાં આવ્યા છે જેના ભાગરૂપે આજે ડીસા ખાતે આવેલ તાલુકા સંઘ માં ડીસા પાલિકાના પ્રમુખ મહામંત્રી હકમાજી જોશી તેમજ રાકેશભાઇ પટેલ અને પાલિકા ઉપપ્રમુખ સવિતાબેન હરિયાણી ના માર્ગદર્શન હેઠળ આજે અગત્યની બેઠક યોજાઇ હતી જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને રૂપરેખા ને લઇ બેઠક યોજાઇ હતી જેમાં આગામી સમયમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી બહુમતીથી વિજય બને તેને લઈને તમામ કાર્યકર્તાઓને ભાજપના મોવડી મંડળ દ્વારા સૂચના આપવામાં આવી રહી છે જેને લઈને આજે ડીસા તાલુકા સંઘ ખાતે ભાજપની અગત્યની બેઠક યોજાઇ હતી.

Download Our B K News Today App



Related News