વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે ત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા કલેકટર આનંદ પટેલ ની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-26 13:11:43
  • Views : 351
  • Modified Date : 2022-07-26 13:11:43


બનાસકાંઠા જિલ્લામાં ત્રણ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે ત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા કલેકટર આનંદ પટેલ ની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.


સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતા ની સાથે જ બનાસકાંઠા જિલ્લામાં મેઘ મહેલ થઈ છે છેલ્લા બે દિવસથી બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં મેઘ તાંડવજીવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને લઈ જિલ્લા કલેકટર આનંદ પટેલની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં વરસાદ સંબંધિત સમસ્યાની ફરિયાદ મળતા જ તરત કાર્યવાહી કરવા માટે જિલ્લા કલેકટર આનંદ પટેલ દ્વારા સુચના આપવામાં આવી હતી જે ઉપરાંત હવામાન વિભાગની બનાસકાંઠા જિલ્લામાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહીના પગલે તમામ પ્રકારની તૈયારીઓ કરવા માટે અધિકારીઓને ખાસ સુચના આપવામાં આવી હતી તે ઉપરાંત જિલ્લા કલેકટર આનંદ પટેલ અને તેમની ટીમ દ્વારા ડિઝાસ્ટર કંટ્રોલરૂમની મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી ત્યારે જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લાના તમામ અધિકારીઓ ફરજિયાત હેડ કોટર ખાતે રહેવા માટે પણ આદેશ કરવામાં આવ્યા હતા. એક તરફ બનાસકાંઠા જિલ્લામાં પશુઓ પર લંબી વાયરસ અને બીજી તરફ ભારે વરસાદ હોવાના કારણે પશુપાલકોને સાવચેત રહેવા માટે ખાસ સુચના અપાય હતી બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે કોઈપણ પરિસ્થિતિ સર્જાશે તેને પહોંચી વળવા માટે જિલ્લા કલેકટર આનંદ પટેલ દ્વારા અધિકારીઓને એના રહેવા માટે સૂચના આપવામાં આવી હતી


Download Our B K News Today App



Related News