ડીસા તાલુકાના આસેડા ગામે ડેપ્યુટી કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-29 12:18:45
  • Views : 267
  • Modified Date : 2022-08-29 12:18:45


વિધાનસભાની ચૂંટણી નજીક આવતા આજે ડીસા તાલુકાના આસેડા ગામે પ્રાથમિક શાળા ખાતે ડેપ્યુટી કલેકટર ની અધ્યક્ષતામાં ચૂંટણી કાર્ડને લગતી બેઠક યોજાઇ હતી.


વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે વહીવટી તંત્ર દ્વારા હવે અત્યારથી ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ખાસ કરીને વિધાનસભાની ચૂંટણીને લઇ કોઈપણ મતદાર મતદાન કર્યા વગર રહી જાય તે માટે અત્યારથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી કાર્ડ ને લગતી તમામ કામગીરીઓ શરૂ કરી દેવામાં આવી છે ખાસ કરીને ચૂંટણી કાર્ડમાં સુધારા નવા ચૂંટણી કાર્ડ બનાવવાની કામગીરી વહીવટી તંત્ર દ્વારા શિક્ષકોને આપવામાં આવી રહી છે જે અંતર્ગત આજે ડીસા તાલુકાના આસેડા ગામે આવેલ આસેડા પગાર કેન્દ્ર શાળામાં ડેપ્યુટી કલેકટર ની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી બેઠકનો ખાસ ઉદ્દેશ્ય ચૂંટણી કાર્ડ સુધારા માટે કામગીરીને લઈ કરવામાં આવી હતી જેમાં તમામ શિક્ષકોને ડેપ્યુટી કલેક્ટર દ્વારા કોઈપણ વ્યક્તિ મતદાન કર્યા વગર રહી જાય તે માટે ચૂંટણી કાર્ડ ને લગતી કામગીરીની સૂચનાઓ આપવામાં આવી હતી. આજે યોજાયેલી બેઠકમાં મોટી સંખ્યામાં શિક્ષકો તેમજ આસેડા પ્રાથમિક શાળાના આચાર્ય ભરતભાઈ પટેલ આજે રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો


Download Our B K News Today App



Related News