આજરોજ ડીસાની SCW સ્કૂલ ખાતે આગામી સમયમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચુંટણીને અનુલક્ષી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-15 12:30:38
  • Views : 220
  • Modified Date : 2021-12-15 12:30:38

આજરોજ ડીસાની SCW સ્કૂલ ખાતે આગામી સમયમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચુંટણીને અનુલક્ષી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું

આજરોજ ડીસાની SCW સ્કૂલ ખાતે આગામી સમયમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચુંટણીને અનુલક્ષી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી ૧૭ ડિસેમ્બરના બનાસકાંઠા જીલ્લામાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવા જઈ અહી છે ત્યારે આ ચૂંટણી દરમ્યાન વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર સજ્જ બની ગયું છે.. અને ચૂંટણી દરમ્યાન ફરજના સ્ટાફની પણ નિમણૂંક કરી દેવામાં આવી છે.. ત્યારે આગામી સમયમાં ચૂંટણીમાં ચૂંટણી અધિકારીઓ ફરજ બજાવનાર છે તે તમામ ચૂંટણી અધિકારીઓને આજે ડીસાની એસ.સી.ડબલ્યુ.હાઈસ્કૂલ ખાતે માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને ચૂંટણીમાં કેવી રીતે કામગીરીને પાર પાડવી તે અંગે સમજણ આપવામાં આવી હતી.     કોરોના વાઇરસની ત્રીજી સંભવિત લહેર દસ્તક આપી રહી છે અને દિવસેને દિવસે કોરોના વાઇરસના નવા વેરિયન્ટ ઓમીક્રોનના કેશોમાં પણ વધારો થઈ રહ્યો છે. પરંતુ તેમ છતાં બનાસકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર જરા પણ ગંભીર નથી બની રહ્યું... અને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી ગાઈડલાઇનનો ખુદ સરકારી કર્મચારીઓ જ ભંગ કરી રહ્યા છે. ડીસાની એસ.સી.ડબલ્યુ.હાઈસ્કૂલ ખાતે આજે ચૂંટણીને લઈ યોજાયેલી માર્ગદર્શન શિબિરમાં પણ સરકારની ગાઈડલાઇનનો સારે આમ ભંગ થતો નજરે પડ્યો હતો.

Download Our B K News Today App



Related News