પાલનપુર તાલુકાના પૂર્વ વિભાગના 25 ગામના સરપંચો દ્વારા પાણી માટે બેઠક મળી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-27 11:30:35
  • Views : 244
  • Modified Date : 2022-04-27 11:30:35

પાલનપુર તાલુકાના પૂર્વ વિભાગના 25 ગામના સરપંચો દ્વારા પાણી માટે બેઠક મળી હતી

બનાસકાંઠા જિલ્લામાં દિનપ્રતિદિન જળ સ્તર ઊંડા જઈ રહયાં છે ત્યારે હાલમાં બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ડેમોમાં પણ હાલ પાણી ન હોઈ જળ સંકટન લીધે પાણી માટે હાલ ધરતી પુત્રો વલખાં મારી રહ્યા છે. ત્યારે તાજેતરમાં પાણીના મુદ્દે મલાણા ગામના આજુબાજુના લોકો

 ટ્રેકટર ભરી મલાણા તળાવ ભરવાની માગ સાથે આંદોલન કર્યું હતું  ત્યારે બાદ હવે ફરીથી પાણીના મુદ્દે પાલનપુર તાલુકામાં પૂર્વ વિભાગમાં ૨૫ ગામોનો સરપંચો દ્વારા આજે મીટીંગ મળી હતી જેમાં  વડગામ તાલુકાનું કરમાવદ તળાવ ભરવાની માંગ સાથે આગામી સપ્તાહ માં કરમાવદ તળાવમાં ભૂમિ પૂજન કર્યા બાદ 125 ગામોના 1 હજાર થી વધુ ખેડૂતો કરમાવદ તળાવ ભરવાના મુદ્દે સંકલ્પ લેશે ત્યારે  25 વર્ષ થી ખાલી તળાવ ભરવાના મુદ્દે ઉગ્ર આંદોલન આગામી દિવસમાં આંદોલનની ચળવળ શરૂ કરવામાં આવે તો નવાઈ નહીં

Download Our B K News Today App



Related News