ડીસા તાલુકાના થેરવાડા ગામે તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં સભા યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-01 11:28:41
  • Views : 237
  • Modified Date : 2022-06-01 11:28:41

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના લોકોને સરકારી સહાયનો વધુમાં વધુ લાભ મળે તે માટે દર વર્ષે સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો થકી લોકોને સહાય આપવામાં આવે છે જે અંતર્ગત હાલમાં સરકાર દ્વારા ચાલતી સહાય ના માર્ગદર્શન આપવા માટે વિવિધ સરકારી કચેરીના અધિકારીઓ દ્વારા ગ્રામીણ વિસ્તારની મુલાકાત લઈ ગ્રામીણ વિસ્તારના લોકોને સરકારી સહાય વિશે જાગૃત કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આજે ડીસા તાલુકાના થેરવાડા ગામે તાલુકા વિકાસ અધિકારી બી ડી સોલંકી ની અધ્યક્ષતા માં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સભામાં ડીસા તાલુકાના થેરવાડા ગામના લોકો તલાટી કમ મંત્રી સરપંચ તેમજ ગ્રામ પંચાયત કમિટીના સભ્યો અને આંગણવાડીની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી જેમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારના લોકોને આપવામાં આવતા સરકારી સહાય વિશે લોકોને જાણકારી આપવામાં આવી હતી સભાના મુખ્ય હેતુ સરકાર દ્વારા આપવામાં આવતી સરકારી સહાયનો ગ્રામીણ વિસ્તારના લોકો સુધી વધુમાં વધુ લાભ પહોંચે હતો આજે યોજાયેલી સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Download Our B K News Today App



Related News