આગામી સમયમાં આખોલથી વિઠોદર આગ માતાના મંદિરે યોજાનાર પગપાળા યાત્રાને લઇ થેરવાડા ગામે બેઠક યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-10 10:39:02
  • Views : 279
  • Modified Date : 2022-01-10 10:39:02

આગામી સમયમાં આખોલ થી વિઠોદર આગમાતા ના મંદિરે યોજાનાર પગપાળા યાત્રા ને લઇ આજે થેરવાડા ગામે બેઠક યોજાઇ હતી. ડીસા તાલુકા પંચાયતના ડેલીગેટ ભરતભાઈ ધુંખ દ્વારા આગામી સમયમાં યુવાનો સાથે ડીસા તાલુકાના આખોલ ગામ થી વિઠોદર ગામે આવેલ આગ માતાના મંદિરે પગપાળા યાત્રા તેમજ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આ કાર્યક્રમમાં ડીસા તાલુકાના લોકો મોટી સંખ્યામાં જોડાય તે માટે આજે ડીસા તાલુકાના થેરવાડા ગામે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં થેરવાડા ગામના તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તો આ તરફ આ બેઠકમાં ઠાકોર સમાજ દ્વારા ભરતભાઈ ધુંખનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે ચોક્કસથી કહી શકાય કે આગામી સમયમાં યોજાનાર પદયાત્રાના પગલે અત્યારથી જ ડીસા તાલુકામાંથી ભરતભાઈ ધુંખને સારો આવકાર મળી રહ્યો છે.

Download Our B K News Today App



Related News