ડીસા તાલુકાના ખરડોસણ ગામે ગુજરાત રાજ્ય પુરવઠા વિભાગના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-07 12:44:09
  • Views : 198
  • Modified Date : 2022-06-07 12:44:09

 

ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઇ અત્યાર થી જ દરેક પક્ષ પોતાની જીત માટે એડીચોટીનું જોર લગાવી રહી છે ખાસ કરીને વિધાનસભાની ચૂંટણીમાં પોતાના પક્ષને વિજય બનાવવા માટે સૌથી મોટી ભૂમિકા કાર્યકર્તાઓની હોય છે ત્યારે ગુજરાતમાં યોજાવા જઇ રહેલ વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ મજબૂત કરવા માટે અત્યારથી જ દરેક પક્ષના આગેવાનો દ્વારા કાર્યકર્તાઓને જોડવામાં આવી રહ્યા છે જે અંતર્ગત ડીસા તાલુકાના ખરડોસણ ગામે ગુજરાત રાજ્યના અને પુરવઠા વિભાગના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર ની અધ્યક્ષતા માં ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં સમગ્ર ગુજરાતભરમાં ભાજપના ધારાસભ્યો દ્વારા રાજનૈતિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રવાસ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ તથા સિદ્ધિઓની લોકોને વિગતવાર જાણકારી આપવામાં આવી રહી છે સાથોસાથ ભાજપ સરકાર દ્વારા દરેક ગામમાં કરવામાં આવેલા વિકાસના કાર્યોને આવનારા સમયમાં વધુ વેગ મળે તે માટે પણ ઠેર-ઠેર ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારમાં બેઠકો યોજી લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના ખરડોસણ ગામે ગજેન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને વધુ મજબૂત બનાવવા માટે કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું ખાસ કરીને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સ્પષ્ટ બહુમતિ સાથે વિજય બને તે માટે ભાજપ પક્ષમાં વધુમાં વધુ કાર્યકર્તાઓ જોડાય તે માટે પણ રાજેન્દ્રસિંહ પરમારે ભાજપના કાર્યકર્તાઓ ને અપીલ કરી હતી ખડોસણ ગામે ગજેન્દ્ર સિંહ પરમારની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી રાજ્યના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાણુ સ્વાગત કરવામાં આવ્યું હતું

Download Our B K News Today App



Related News