ડીસા તાલુકા સંઘ ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ યાત્રા અંતર્ગત બેઠક યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-07 11:05:13
  • Views : 193
  • Modified Date : 2022-04-07 11:05:13

ગુજરાત સરકાર દ્વારા હાલમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત દરેક તાલુકા અને શહેરી વિસ્તારમાં વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આગામી 6 તારીખ ના રોજ ડીસા ખાતે યોજાનાર આઝાદીકા અમૃત મહોત્સવ યાત્રાને લઇ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અત્યારથી જ તૈયારીઓ કરી દેવામાં આવી છે જે અંતર્ગત આજે ડીસા તાલુકા સંઘ ખાતે ડીસા શહેર યુવા મોરચાના પ્રમુખ વિજયભાઈ વાઘેલા ની અધ્યક્ષતા માં યુવા મોરચાના કાર્યકર્તાઓ ની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં આગામી સમયમાં ડીસા ખાતે યોજાનાર આઝાદીકા અમૃત મહોત્સવ યાત્રા અંગેની કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આ આઝાદીકા અમૃત મહોત્સવ યાત્રામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વધુમાં વધુ જોડાય તે માટે પણ કાર્યકર્તાઓને સલાહસૂચન આપવામાં આવી હતી

Download Our B K News Today App



Related News