ડીસા તાલુકા પંચાયત કચેરી ખાતે વંદે ગુજરાત યાત્રા અંતર્ગત બેઠક યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-08 12:34:31
  • Views : 653
  • Modified Date : 2022-07-08 12:34:31


ડીસા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં વંદે ગુજરાત યાત્રા અંતર્ગત બેઠક યોજાઇ હતી આ બેઠકમાં વંદે ગુજરાત યાત્રા અંતર્ગત કેવા પ્રકારની કામગીરી કરવી તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.


દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજ્યના છેલ્લા બે દાયકાના વિકાસ ને લોકો સુધી પહોંચાડવા વંદે ગુજરાત વિકાસ રથ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.સમગ્ર રાજ્યમાં કુલ- 82 રથ દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાશે. છેલ્લા બે દાયકામાં થયેલાં વિકાસનાં કામોને લોકો સુધી પહોચાડવાના પ્રયાસ સ્વરૂપે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિકાસ યાત્રા દરમિયાન 18 જેટલા વિભાગોના સહયોગમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ, નવા મંજુર થયેલા કામોની જાહેરાત, વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ, યોજનાઓનો પ્રચાર પ્રસાર, ફિલ્મ નિદર્શન, સાફલ્ય ગાથા જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.આ યાત્રા કાર્યક્રમ અંતર્ગત સરકારના વિવિધ કામો અને યોજનાઓનો પ્રચાર કરવામાં આવશે.વંદે ગુજરાત યાત્રા અંતર્ગત સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત નાગરિકોને ભાજપ સરકારે ગુજરાતમાં કરેલા વિકાસ અંગેની માહિતી આપવામાં આવશે. ગુજરાતના ધારાસભ્યો અને સંસદસભ્યો પોતપોતાના મતવિસ્તારમાં જઈને લોકસંવાદ કરશે.જે અંતર્ગત ડીસા ખાતે આવનાર વંદે ગુજરાત યાત્રા અંતર્ગત આજે તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં ડીસા તાલુકા પંચાયતના કર્મચારીઓ, સરપંચો સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા.આજે યોજાયેલી આ બેઠકમાં વંદે ગુજરાત યાત્રા અંતર્ગત તૈયારીઓ ભાગ રૂપે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.


Download Our B K News Today App



Related News