ડીસા જલારામ મંદિર ખાતે રઘુવંશી એક્તા મહાસંમેલન અંતગર્ત રઘુવંશી લોહાણા સમાજની આગેવાનોની ઉપસ્થિતમાં બેઠક યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-20 11:01:56
  • Views : 290
  • Modified Date : 2022-05-20 11:01:56

 

જય શ્રી રામ જય જલારામ જય રઘુવંશના નાદ સાથે  પાટણ તાલુકાના રાધનપુર  મુકામે  આગામી તારીખ 22 -5-2022ના રવિવારના રોજ મળનાર રઘુવંશી એકતા મહાસંમેલનના ભાગરૂપે ડીસા જલારામ મંદિર ખાતે  રઘુવંશી લોહાણા સમાજના આગેવાનોની એક બેઠક રાખવામાં આવી હતી જેમાં રઘુવંશી કાંતી મંચના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને રાધનપુર મુકામે   રઘુવંશી એક્તા મહા સંમેલનમાં ઉપસ્થિત રહેવા ડીસા રઘુવંશી લોહાણા સમાજને આમંત્રણ પાઠવ્યું હતું સાથે સાથે છેલ્લા કેટલાય સમયથી રઘુવંશી લોહાણા સમાજ રાજકીય ક્ષેત્રે અને સામાજીક ક્ષેત્રે પાછળ ધકેલાઈ રહ્યો હોય વિસતુત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી  ખાસ કરીને રાજકીય પક્ષો દ્વારા હંમેશા લોહાણા સમાજની બાદબાકી કરવામાં આવી રહી છે ત્યારે સમાજમાં સંગથન ની શક્તિ વધારવા માટે રઘુવંશી કાંતી મંચની સ્થાપના કરવામાં આવી છે જેમાં દરેક રઘુવંશી લોહાણા સમાજના યુવાનો આગેવાનો કાર્યકર્તાઓ મહીલાઓ મોટીસંખ્યામાં જોડાય અને અન્ય સમાજની જેમ રઘુવંશી લોહાણા સમાજ પણ શિક્ષણ ક્ષેત્રે રાજકીય ક્ષેત્રે સામાજીક ક્ષેત્રે આગળ વધે  તેવા પ્રયાસો કરવા આહવાન કરવામાં આવ્યું હતું  ઉપસ્થિત બેઠકમાં જલારામ મંદિર ટ્રસ્ટના હોદેદારો સાથે જલારામ યુવા સંગઠનના પ્રમુખ સહિત હોદેદારો કાર્યકર્તાઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં અને રાધનપુર ખાતે રઘુવંશી એક્તા મહાસંમેલન માં ડીસા શહેરમાંથી મોટીસંખ્યામાં સમાજના આગેવાનો હોદેદારો કાર્યકર્તાઓ મહીલાઓ ઉપસ્થિત રહેવા આહવાન કરવામાં આવ્યું હતું

Download Our B K News Today App



Related News