ડીસા ખાતે સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ દ્વારા આવનારી અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના સંદર્ભે મીટીંગ મળી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-25 10:55:32
  • Views : 264
  • Modified Date : 2022-05-25 10:55:32


પ્રમુખે સમિતિના મંત્રી અને ખજાનચીને  હિસાબો રજૂ કરવા તાકીદ કરી

 

વર્ષો થી ડીસા નગરમાં ભગવાન જગન્નાથ ની રથયાત્રા નું આયોજન કરતી સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ અને ટ્રસ્ટ માં બે ફાડ પડી છે. આજ રોજ આવનારી અષાઢી બીજ ના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના સંદર્ભે હઠીલા હનુમાન ખાતે સમિતિ અને ગામ લોકો ની મીટીંગ મળી હતી.

મીટીંગ મા સુભાષ ચંદ્ર બોઝ સેવા સમિતિ ના પ્રમુખ એડવોકેટ ગંગારામભાઈ પોપટ, ગામ અગ્રણી બાદરસિંહ વાઘેલા, સુરેશભાઈ પુરોહિત, જાણીતા કથાકાર કિશોર જી શાસ્ત્રી, બળદેવ ભાઈ રાયકા, નિલેશ ઠાકોર, જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ના મંત્રી પ્રિતેશ શર્મા, સહિત ના અગ્રણીઓ હાજર રહ્યા હતા. મીટીંગ માટે ના એજેન્ડામાં સમિતિ ના પ્રમુખ ગંગારામભાઈ પોપટ સમિતિના મંત્રી દશરથ રાજગોર ને ગત વર્ષ ના હિસાબો રજુ કરવા સૂચના આપેલ હતી પરંતુ સમિતિ ના મંત્રી દશરથ રાજગોર મીટીંગ ના સમયે ટ્રસ્ટ અને સમિતિના તમામ દસ્તવેજો સાથે નદારત રહેતા સમિતિ અને ટ્રસ્ટ ના હોદ્દેદારો રોષે ભરાયાં હતાં. અંગે ચાલુ મીટીંગ માં ટ્રસ્ટ ના મંત્રી દશરથ રાજગોર ને ફોન કરવા પ્રયાસ કરાયા હતા પરંતુ તેઓએ ફોન રિસિવ કરવાનું ટાળ્યું હતું.

ટ્રસ્ટ ના હિસાબો અને તમામ દસ્તાવેજો મેળવવા માટે મીટીંગ મા ઠરાવો કરાયા હતા અને પ્રમુખ ના નોટિસ આપ્યા બાદ નવી મિટિંગમાં ના સમયે એટલે કે આવતા રવિવારે તા. ૨૯૫૨૦૨૨૨ સુધી મા જો હિસાબો અને દસ્તાવેજો રજૂ ના થાય તો અધ્યક્ષએ કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી.. અને આમ સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ ફરી વિવાદ માં આવી  છે. પૂર્વ માં પણ સમિતિ અને ટ્રસ્ટના હોદ્દા માટે વિવાદો સર્જાયા હતા. જે વિવાદો વચ્ચે સમિતિ ના પ્રમુખ તરીકે ગંગારામ પોપટની નિયુક્તિ થતાં વિવાદો થાળે પડયા હતાં. પરંતુ હવે સમિતિના પ્રમુખે સમિતિના મંત્રી અને ખજાનચી સામે મોરચો ખોલ્યો છે.

Download Our B K News Today App



Related News