ઈડર તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામ અસ્મિતા યોજના અંતર્ગત પુરસ્કાર અંગેની બેઠક યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-15 14:56:43
  • Views : 262
  • Modified Date : 2022-09-15 14:56:43

ઈડર તાલુકાની ગ્રામ પંચાયતઓને ગ્રામ અસ્મિતા યોજના અંતર્ગત પુરસ્કાર અંગેની માહિતી આપવા માટે અને તેના જરૂરી માપદંડો નક્કી કરવા માટે તાલુકા પંચાયત કચેરી ઈડર ખાતે સરપંચો અને તલાટી કમ મંત્રીની અધ્યક્ષસ્થાનમાં એક બેઠક યોજવામાં આવી હતી જેમાં ગામોમાં દેખી શકાય તેવી સફાઈની કામગીરી,પંચાયત દ્વારા તમામ વેરા વસૂલાતની કામગીરી, ગામમાં સરપંચો દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી હોય, ઈ-ગ્રામ સુવિધા અંતર્ગત થયેલ કામગીરી અને ગામ પંચાયત દ્વારા કોઈ વિશેષ કામગીરી કરી હોય વિગેરે બાબતો માટે માપદંડ નક્કી કરી કામગીરી પ્રમાણે માર્કસ આપવા જેવી વિવિધ બાબતોની આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી દિનેશભાઈ પટેલ,ઈડર તાલુકા સરપંચ એસોસીએશનના પ્રમુખ અને લાલોડા પંચાયતના સરપંચ ભાવેશ.ડી.પટેલ, તાલુકા મહામંત્રી અને લાલપુર પંચાયતના સરપંચ અશોકભાઈ પટેલ તેમજ વિવિધ ગ્રામ પંચાયતના વર્તમાન સરપંચો તથા તલાટી કમ મંત્રીઓ વિગેરે આ બેઠકમા ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News