ડીસા તાલુકાના સાવિયાણા ગામે ગ્રામ સંજીવની સમિતિ ના સભ્યો ની મીટીંગ યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-26 12:09:09
  • Views : 226
  • Modified Date : 2022-03-26 12:09:09

ડીસા તાલુકાના સાવિયાણા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ગ્રામ સંજીવની સમિતિ ના સભ્યો ની મીટીંગ યોજાઇ હતી જેમાં આરોગ્ય વિભાગનો સ્ટાફ હાજર રહી આરોગ્યને લગતી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

 

ડીસા તાલુકાના સાવિયાણા ગામે ડીસા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર જીગ્નેશ હરીયાણી ની અધ્યક્ષતામાં ગ્રામ સંજીવની સમિતિના સભ્યોની બેઠક યોજાઇ હતી.આ મીટીગ માં  કુલ ૮૫ જેટલા સભ્યો હાજર રહ્યા હતા.આ બેઠકમાં મેડીકલ ઓફીસર દ્વારા આરોગ્ય લગતી તમામ યોજનાઓ  જેવીકે આયુશ્યમાન ભારત કાર્ડ , જનની શીસુ સુરક્ષા કાર્યક્રમ , જનની સુરક્ષા કાર્યકમ , ચીરંજીવી યોજના , બાલ સખા યોજના , કુપોશણ મુક્ત ગુજરાત મહા અભીયાન ,કસ્તુરબા પોશણ સહાય યોજના , રાષ્ટ્રીય પરીવાર નીયોજન , દીકેરી યોજના , મમતા ડોલી , મમતા સખી , મમતા ઘર , શાળા આરોગ્ય કાર્યક્ર્મ , પ્રધાન મંત્રી માત્રુ વંદના કાર્યક્ર્મ વગેરે યોજના વીશે માહીતી આપેલ અને જાહેર જનાતાને આ યોજના નો લાભ લેવા આહવાન કરેલ અને દરેક સભ્યોને વીવીધ યોજના ની બૂક આપવામાં આવેલ.આ બેઠકમાં તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો. જે. એચ. હરિયાણી,મેડિકલ ઓફિસર ડો. કોશિક પંચાલ,આયુશ મેડીકલ ઓફીસર, મહેશભાઇ પ્રજાપતી ના સીધા માર્ગદર્શન હેઠળ ગ્રામ સંજીવની સમીતી ના સભ્યોની મિટીગનુ આયોજન કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News