દિયોદરમાં કોરોના કહેર વચ્ચે લેબોરેટરી સંચાલકોની અનોખી સેવા : કોરોના ટેસ્ટમાં ભાવ ઘટાડો કરી માનવતા મહેકાવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-17 11:58:25
  • Views : 334
  • Modified Date : 2021-05-17 11:58:25

     અત્યારે સમગ્ર વિશ્વ કોરોનાના ભરડામાં પીલાઈ રહ્યું છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ હવે શહેરો બાદ ગ્રામીણ વિસ્તારોમાં કોરોના તેનો કહેર વરસાવી રહ્યો છે તેવામાં સૌથી વધુ નુકસાન ગરીબ અને મધ્યમવર્ગના લોકોનું થઈ રહ્યું છે કારણ કે એક તરફ લોકડાઉન ના કારણે લોકોના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે અને બીજી તરફ કોરોના માં સપડાતા હોસ્પિટલમાં ની સારવાર માં થતા ખર્ચથી લોકોની હાલત કફોડી બની ગઈ છે ત્યારે આવા ગરીબ અને મધ્યમવર્ગના લોકોને આર્થિક રીતે ઓછું નુકસાન થાય તે માટે દિયોદર લેબોરેટટી એસોસિએશનને આવકારદાયક નિર્ણય લીધો છેઆજે દિયોદર ખાતે નાયબ કલેકટર અને તાલુકા હેલ્થ ઓફિસર ની અધ્યક્ષતા માં લેબોરેટરી એસોસિએશનની બેઠક યોજાઇ હતી જેમાં કોરોના ના વિવિધ ત્રણ જેટલા ટેસ્ટમાં અત્યાર સુધી 4 હજાર થી પણ વધુ રૂપિયા આપવા પડતા હતા જે હવે માત્ર 900 રૂપિયા માં કરી આપવાની લેબ માં માલિકોએ ખાતરી દર્શાવી છે.

 

    કોરોના વાયરસની મહામારીમાં ખાસ શહેરી વિસ્તારમાં કોરોના કેસ વધ્યા બાદ ગ્રામીણ વિસ્તારોમાં પણ દિવસે ને દિવસે કોરોના દર્દીઓની સંખ્યમાં વધારો થઈ રહ્યો હતો.ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં મોટાભાગના ખેડૂતો અને ગરીબ વર્ગના લોકો વસવાટ કરે છે ત્યારે આવા સમયે મોટાભાગે કોરોના સામે અનેક લોકો સંક્રમિત થયા હતા અને વધારે પૈસા ખર્ચ કરવા છતાં તેમને શહેરી વિસ્તારોમાં સારવાર મળતી હતી. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં અત્યાર સુધી રોજના 50 થી પણ વધુ લોકો કોરોના ના ટેસ્ટ કરાવતા હતા એટલે તમામ ગરીબ અને મધ્યમવર્ગના દોઢ થી બે લાખ રૂપિયા ની બચત થશે અને જો કોઈ અત્યંત ગરીબ દર્દી જણાય તો તેને નુકસાન કરીને પણ વિનામૂલ્યે ટેસ્ટ કરી આપવા માટે ડોક્ટરો તૈયાર થયા છે.

 

  બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાવાયરસ ની મહામારી વચ્ચે દિવસેને દિવસે કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વધતાં જતાં કોરોનાવાયરસ ના દર્દીઓ ના કારણે શહેરી વિસ્તારમાં મોટા ખર્ચ કરવા છતાં પણ ગ્રામીણ વિસ્તારના લોકોને સમયસર સારવાર મળતી હતી ત્યારે આવા સમયે બનાસકાંઠા જિલ્લાના અનેક ગ્રામીણ વિસ્તારોમાં લોકોએ જાતે હોસ્પિટલો તૈયાર કરી ગ્રામીણ વિસ્તારના લોકોને સારવાર આપવાની શરૂઆત કરી હતી ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે પણ છેલ્લા ઘણા સમયથી કોરોનાવાયરસ ના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો. જેના કારણે તેમને મોટા પ્રમાણમાં ખર્ચ કરવા છતાં પણ દિયોદરના મોટાભાગના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સારવાર મળતી હતી અત્યારના સમયમાં કેટલીય હોસ્પિટલના સંચાલકો નાણાં કમાવવાની હોડમાં ગરીબ હોય કે અમીર દર્દી તમામ પાસેથી તગડી ફી વસૂલતા હોય છે તેવામાં દિયોદરના લેબોરેટરી ધારકોની પહેલ માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Download Our B K News Today App



Related News