ડીસા આમ આદમી પાર્ટીના જિલ્લા કાર્યાલય ખાતે કારોબારી સમિતિની બેઠક યોજાઇહતી જેમાંકાર્યકર્તાઓને બુથ લેવલની કામગીરી મજબૂત કરવાઆદેશ કરવામાં આવ્યો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-11 10:34:35
  • Views : 179
  • Modified Date : 2022-04-11 10:34:35

સમગ્ર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે ત્યારે અગાઉ યોજાતી ચુંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે યોજાતી હતી આ વખતે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી દ્વારા પણ 182 વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ પક્ષના પીઢ નેતાઓની મુશ્કેલીઓ વધી જવા પામી છે ત્યારે દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીને ભવ્ય સફળતા મળ્યા બાદ હવે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત માં પણ સરકાર બનાવાની નેમ સાથે અત્યારથી ચુંટણીની કામગીરી શરૂ કરવામાં આવી છે થોડા દિવસ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભાગવત માન ની અમદાવાદ યોજાયેલ તિરંગા યાત્રા માં માનવ મહેરામણ ઉમટયો હતો ત્યારે ગુજરાતમાં લોકો ભાજપ શાસન થી ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે દિનપ્રતિદિન વધતી મોંઘવારી અને તાનાશાહી સરકારને ઘર ભેગી કરવા માટે ગુજરાતની જનતાએ મન બનાવી લીધુ છે ત્યારે આજે ડીસા આમ આદમી પાર્ટીના જિલ્લા કાર્યલય ખાતે કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી સંગથન મંત્રી રમેશભાઈ નાભાણી જિલ્લા પ્રમુખ ડો રમેશભાઈ પટેલ સહિત આમ આદમી પાર્ટીના જિલ્લા કારોબારી નાં સભ્યો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં ત્યારે આમ આદમી પાર્ટીને વધુ મજબૂત કરવા માટે આજથી કામે લાગી જવા ડો રમેશભાઈ પટેલ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું લોકોને આમ આદમી પાર્ટી પ્રત્યે ખુબજ પ્રેમ છે અરવિંદ કેજરીવાલજીની વિચારધારા થી લોકો પ્રભાવિત થયા છે ત્યારે ગુજરાતમાં દરેક ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય કોઈ વિકલ્પ ન હતો જેને લઈને ગુજરાતની જનતા દર ચુંટણીમાં ભાજપ કોંગ્રેસને મત આપી સરકાર બનાવતાં હતાં પરંતુ આ વખતે મજબૂત આમ આદમી પાર્ટી મેદાનમાં છે ત્યારે આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવશે તેવી પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી હતી હજારો ભાજપના કોંગ્રેસના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં  જોડાવા માટે ઉત્સુકતા બતાવી રહ્યા છે ત્યારે વિધાનસભાની ચૂંટણી સુધીમાં પાર્ટી કાર્યલય ખાતે થી અપાયેલી જવાબદારી પુરી કરી દેશને મજબૂત કરવા માટે શહીદ ભગતસિંહ જેવા કાંતીકારી બનવા કાર્યકર્તાઓને  આહવાન કરવામાં આવ્યું હતું દિલ્હીમાં અને પંજાબમાં આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહેલ વિકાસનાં કામો ગુજરાતની જનતા સુધી પહોંચી શકે તેવી વ્યવસ્થા કરવા માટે આજની બેઠકમાં કાર્યકર્તાઓને આદેશ કરવામાં આવ્યો હતો બુથ લેવલની કામગીરી મજબૂત કરવા સાથે ઘર ઘર સુધી પહોંચી આમ આદમી પાર્ટીને વિધાનસભાની ચૂંટણીમાં મજબૂત બનાવા માટે અત્યારથી કામે લાગી જવા માટે પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી અને સંગથન મંત્રી રમેશભાઈ નાભાણી સહિત જિલ્લા પ્રમુખ ડો રમેશભાઈ પટેલ દ્વારા વિનંતી સાથે અપીલ કરવામાં આવી હતી..

Download Our B K News Today App



Related News