ગુજરાતની જિલ્લા-તાલુકા પંચાયત અને નગર પાલિકાના પ્રમુખોની પસંદગી માટે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-10 15:57:53
  • Views : 258
  • Modified Date : 2021-03-10 15:57:53

    મહાનગર પાલિકા સહિત જિલ્લા-તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણીઓમાં ઉમેદવારો પસંદ કરવા માટે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. ત્યાર બાદ મહાનગર પાલિકામાં ભાજપે જ્વલંત વિજય મેળવ્યા બાદ મેયર અને ડેપ્યુટી મેયર સહિતના હોદ્દાઓ પર વરણી કરવા માટે ભાજપના પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. આજે રાજ્યની છ મહાનગર પાલિકાના મેયર સહિતના હોદ્દેદારોની નિમણૂંક કરી દેવામાં આવી છે. ત્યારે હવે ફરીવાર આગામી બે દિવસમાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે અને તેમાં જિલ્લા-તાલુકા પંચાયત અને નગર પાલિકાના પ્રમુખોના નામ નક્કી કરવામાં આવશે.

    પ્રાપ્ત વિગતો પ્રમાણે ગત 28મી ફેબ્રુઆરીએ રાજ્યમાં 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ હતી. જેનું પરિણામ બીજી માર્ચે આવ્યું હતું. જેમાં ભાજપે કોંગ્રેસના સૂપડા સાફ કરી નાંખ્યાં હતાં અને ભવ્ય વિજય મેળવીને વિધાનસભામાં 150 બેઠકો મેળવવાનો ટાર્ગેટ નક્કી કરી દીધો હતો. હવે જિલ્લા-તાલુકા પંચાયત અને નગર પાલિકાના પ્રમુખો માટે આગામી બે દિવસમાં મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષ સ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. જેમાં જિલ્લા-તાલુકા પંચાયત અને નગર પાલિકાના પ્રમુખો માટેના નામો નક્કી કરવામા આવશે.

    ચાર દિવસ સુધી મળનારી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ હાજર રહેશે. જેમાં એક દિવસ નગરપાલિકા, એક દિવસ તાલુકા અને એક દિવસ જીલ્લા પંચાયતના પ્રમુખ પદ માટેની પસંદગી માટે ફાળવામાં આવશે. જ્યારે સર્વ સમતિ ન સધાય હોય તેવા વિષયો માટે છેલ્લો દિવસ ફાળવવામાં આવ્યો છે. તમામ 6 મહાનગરપાલિકા કબજે કર્યા બાદ ભાજપે કુલ 81માંથી 75 નગરપાલિકા, તમામ 31 જિલ્લા પંચાયતો તથા કુલ 231માંથી 196 તાલુકા પંચાયતો જીતી હતી. જ્યારે કોંગ્રેસે 3 નગરપાલિકા અને 33 તાલુકા પંચાયતોમાં વિજય મળ્યો હતો.

    2015ની ચૂંટણીમાં ગ્રામ્ય સ્તરે જબરદસ્ત ઝાટકો ખાધાં બાદ ભાજપે આ ચૂંટણીમાં તમામ કસર પૂરી કરી નાંખી છે. 2015ની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયતો પૈકી કોંગ્રેસને 24 અને ભાજપને 6 પંચાયત મળી હતી અને 1 પર ટાઇ સર્જાઇ હતી. તો 231 તાલુકા પંચાયતમાંથી કોંગ્રેસને 142, ભાજપને 77 તથા અન્યોને 11 પંચાયત મળી હતી. આ સ્થિતિ જોઇએ તો ભાજપે ગુજરાતના અંદાજે 90 ટકા ભૌગોલિક વિસ્તાર પર રાજકીય વર્ચસ્વ મેળવી લીધું છે. આ પરિણામોની તુલના ટકાવારી પ્રમાણે વિધાનસભાની કુલ બેઠકો સાથે કરીએ તો 182 બેઠકો પૈકી 90 ટકા લેખે ભાજપને 164 બેઠકો મળે, જ્યારે કોંગ્રેસને માત્ર 18 બેઠકો મળે. 2005ના વર્ષમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને 64 ટકા, કોંગ્રેસને 29 ટકા જ્યારે અપક્ષોને 7 ટકા બેઠકો મળી હતી. 2010ના વર્ષમાં ભાજપને 78 ટકા, કોંગ્રેસને 14 ટકા જ્યારે અપક્ષોને 2 ટકા બેઠકો મળી હતી જ્યારે 6 ટકા બેઠકો પર ટાઇ પડી હતી.

***13 સભ્યની પાર્લમેન્ટરી બોર્ડની ટીમ

ક્રમનામજવાબદારી
1સી.આર.પાટીલપ્રદેશ-પ્રમુખ
2વિજય રૂપાણીમુખ્યમંત્રી
3નીતિન પટેલનાયબ મુખ્યમંત્રી
4પુરુષોત્તમ રૂપાલાસભ્ય
5આર.સી.ફળદુસભ્ય
6સુરેન્દ્ર પટેલસભ્ય
7ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાસભ્ય
8જસવંતસિંહ ભાભોરસભ્ય
9ભીખુભાઈ દલસાણિયાસભ્ય
10રાજેશભાઈ ચૂડાસમાસભ્ય
11કાનાજી ઠાકોરસભ્ય
12ડૉ. કિરીટભાઈ સોલંકીસભ્ય
13પ્રદેશ-પ્રમુખ મહિલા મોરચોસભ્ય

Download Our B K News Today App



Related News